અમદાવાદઃ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની મેઈન પાઈપલાઈનમાં જેતલપુર ખાતે પંક્ચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરીને 3 આરોપીની ધરપકડ કરીને સમગ્ર ક્રૂડ ઓઇલ ચોરીનો પર્દાફાશ થયો હતો. ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન ઓઢવ સિંગરવા રોડ પરથી મોહસીન રંગરેજ અને સરખેજ ઉજાલા સર્કલ પાસેથી જગદીશ પ્રજાપતિ તથા રારિલાલ રાવળની ધરપકડ કરવામાં આવી હતી.આરોપી પાસેથી મોબાઈલ ફોન અને કાર પણ કબજે કરવામાં આવી હતી.જે બાદ આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું ઓઇલ ચોરીનું મસમોટું કૌભાંડ, IOCને 13,40,000 રુ.નો ફટકો - અમદાવાદ
ઇન્ડિયન ઓઇલની વિરમગામથી બરોડા રિફાઈનરીમાં જતી મેઇન ક્રૂડ ઓઇલ પાઈપલાઈનમાં 2 ઇંચનો હોલ પાડી ભંગાણ કરી ચોરીનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. ઓઇલ ચોરી અંગે 13,40,000ની કિંમતનું 66,000 લીટર ક્રૂડ ઓઇલ ચોરી થયું હોવાની ફરિયાદ 8 જૂને મેનેજર દ્વારા નારોલ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. જે મામલે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી.
ક્રાઈમ બ્રાંચે પક્ડ્યું ઓઇલ ચોરીનું મસમોટું કૌભાંડ, IOCને 13,40,000 રુ.નો ફટકો પાડ્યો