ETV Bharat / city

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 900 બેડની કોવિડ હોસ્પિટલને આપાઈ રહ્યો છે આખરી ઓપ - Ahmedabad GMDC

રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસને લઈને વધુ એક 900 બેડની હોસ્પિટલને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, DRDOના સહયોગથી GMDC કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. ત્યારે હવે બેડ સહિતની કામગીરીઓ પૂર્ણ થવાના આરે છે અને ભરતી પ્રક્રિયાની પણ જાહેરાત કરવામાં આવી છે.

GMDC કોવિડ હોસ્પિટલ
GMDC કોવિડ હોસ્પિટલ
author img

By

Published : Apr 20, 2021, 1:07 PM IST

  • DRDOના સહયોગથી બનાવવામાં આવી રહી છે હોસ્પિટલ
  • GTUના કન્વેશનલ હોલમાં 900 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે
  • સરકાર દ્વારા તાત્કાલિક ભરતી માટેની પણ કરાઇ જાહેરાત

અમદાવાદઃ GMDC ગ્રાઉન્ડમાં આવેલા કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે. જેને લઇને તૈયારીઓમાં હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ હોસ્પિટલ DRDOના સહયોગથી ઉભી કરવામાં આવી રહી છે. જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા ભરતી પણ બહાર પાડવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે મેડિકલ સ્ટાફની ભરતી કરવા માટે સોમવારે સરકાર દ્વારા જાહેરાત પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:રાજકોટમાં ગાંધીજીએ 100 વર્ષ પહેલા સ્થાપેલી શાળામાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે

કેન્દ્ર સરકાર દ્વારા હોસ્પિટલને આપવામાં આવી છે મંજૂરી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, અમદાવાદના GMDC કન્વેન્શન સેન્ટરમાં DRDOના સહયોગથી 900 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે હવે હોસ્પિટલ બનાવવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ સ્ટાફની ભરતી માટે પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

GMDC કોવિડ હોસ્પિટલ

150 બેડનું ICU પણ ઉપલબ્ધ હશે

132 ફૂટ રીંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર હોસ્પિટલમાં 150 ICU બેડ હશે. જયાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામે તમામ 900 બેડ પર ઓક્સિજનની સુવિધા મળશે.

જરૂર પડે તો વધુ 500 પથારીઓ વધારવામાં પણ આવશે

કોરોનાના કેસો બેકાબુ બની રહ્યા છે. ફેમિલીમાં એક વ્યક્તિને કોરોના આવતા અન્ય પણ સંક્રમિત થઈ રહ્યા છે. જો જરુર પડે તો વધુ 500 પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ હોસ્પિટલના સંચાલન અને વહીવટ માટે ઉપયોગી સૂચનો કર્યા હતા.

આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 ઓક્સિજન બેડવાળી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે

આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે

900 બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે. હેલ્પ ડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડીકલ સ્ટાફ માટે રેસ્ટ રૂમની વ્યવસ્થા પણ ઉભી કરાશે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. હિમાંશુ પંડયા અને DRDOના કર્નલ બી. ચૌબે ઉપરાંત ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ આ હોસ્પિટલના સંચાલનમાં સહયોગ આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.