ડિઝાઇન FIRના નિરીક્ષણના અભાવે હાઇકોર્ટે પોલીસ વિભાગને 1 મે 2017થી 1 મે 2018 સુધી તમામ પ્રોહીબિશનના ગુના કયા પોલીસ સ્ટેશનમાં નોંધાયા, FIRની તારીખ, ફરાર આરોપીનું નામ, જગ્યાનું કે વાહનનું સ્થળ, કયા પોલીસ અધિકારી દ્વારા રેડ પાડવામાં આવી હતી. આરોપી બુટલેગરની ઘટના સ્થળે ધરપકડ કરવામાં આવી છે કે કેમ સહિતની વિગતો દર્શાવાતો રિપોર્ટ રાજ્ય સરકારને આગામી 11મી જુલાઈ સુધીમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં આક્ષેપ કરાયો છે કે, પોલીસ દ્વારા ડિઝાઇનર ફાયર એટલે કે અગાઉ માહિતી મળી હોવા છતાં મુખ્ય આરોપી બુટલેગરને ફરાર થવાની તક આપવામાં આવે છે અને બીજા આરોપીઓની ધરપકડ બતાવવામાં આવે છે. ડિઝાઇન FIR પર નિયંત્રણ રાખવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક પગલા લેવાની જરૂર છે જેથી લાંબાગાળાથી ચાલતો વર્ષો જૂનો રિવાજ તુટે.