ETV Bharat / city

Corruption in Gujarat: રાજ્યમાં સૌથી ભ્રષ્ટ ગૃહ વિભાગ - અપ્રમાણસર મિલકતના એનાલિસિસ

રાજ્યમાં વર્ષ 2021માં ACBએ 173 કેસ કરીને 287 આરોપીઓ સામે કાર્યવાહી (Corruption in Gujarat) કરી છે. જ્યારે વર્ષ 2017થી 2021 સુધી ACBમાં 1207 કેસ નોંધાયા છે.

Corruption in Gujarat: રાજ્યમાં સૌથી ભ્રષ્ટ ગૃહ વિભાગ

author img

By

Published : Feb 2, 2022, 7:36 PM IST

અમદાવાદ: ભ્રષ્ટાચાર (Corruption in Gujarat)ને લઇને સરકારી બાબુઓએ જાણે કે ના સુધારવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 2021માં ACBએ 173 કેસ કરીને 287 આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. જ્યારે વર્ષ 2017થી 2021 સુધી ACBમાં 1207 કેસ નોંધાયા છે. રાજ્યનો વિકાસ તો થઈ રહ્યો છે, પણ સાથે સાથે સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારે પણ તેટલી જ માઝા મૂકી છે. વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3 કે વર્ગ 4ના કર્મચારી હોય તમામ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. એટલા માટે જ વર્ષ 2020માં 40 ટકા કન્વેક્શન રેટ હતો તેના કરતાં ચાલુ વર્ષે 43 ટકા થયો જેમાં 3 ટકા વધારો નોંધાયો છે. વર્ષ 2021માં કુલ 173 કેસ કરવામાં આવ્યા. જેમાં ટ્રેપના 122 કેસ. ડિકોયના 16 કેસ, ડીએના 11 કેસ જ્યારે અન્ય 24 કેસ કરવામાં આવ્યા હતા.

છેલ્લા પાંચ વર્ષમાં ACBએ કરેલ કેસની વિગતો

ચાલુ વર્ષે ACBએ 318 કેસમાં ચાર્જશીટ કરી, તો 3939 અરજીનો નિકાલ કરેલ છે. જે આંકડા આજદિન સુધીના ઇતિહાસમાં સૌથી વધારે ગણવામાં આવી રહ્યા છે. વર્ષ 2021માં ACBએ 287 આરોપીઓ સામે કરેલ કાર્યવાહી પર નજર કરીએ તો વર્ગ 1ના 10 કર્મચારીઓ, વર્ગ 2ના 25 કર્મચારીઓ, વર્ગ 3ના 140 કર્મચારીઓ, વર્ગ 4ના 9 કર્મચારીઓ અને ખાનગી 103 આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. આ વર્ષે વર્ગ 3 ના સૌથી વધુ 140 આરોપીઓ પકડાયા છે.

56.61 કરોડની અપ્રમાણસર મિલકત

ભ્રષ્ટાચાર નાબુદી માટેની ACBની ટોલ ફ્રી હેલ્પલાઇન 1064 પર આવેલા ફોન દ્વારા વર્ષ 2020માં 20 જેટલા કેસ કરવામાં ACBને સફળતા મળી છે. જ્યારે 2021માં 116 ફરિયાદ મળેલી જેમાં 25 કેસ કરવામાં ACBને સફળતા મળી છે. જે ગત વર્ષ કરતા 20.69 ટકાવારી વધુ છે. જ્યારે અપ્રમાણસર મિલકતને લઈને પણ ACBએ સખ્ત કાર્યવાહી કરી છે. વર્ષ 2021માં 11 કેસ કરીને રૂપિયા 56.61 કરોડની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે.

રાજ્યમાં સૌથી ભ્રષ્ટ ગૃહ વિભાગ

ACBએ કરેલ કાર્યવાહી પ્રમાણે ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર (Corruption in Home Ministry) હોય તેમ લાગી રહ્યું છે. જો વિભાગ પ્રમાણેની કાર્યવાહી પ્રમાણે નજર કરીએ તો ગૃહ વિભાગમાં 35 કેસ થયા છે અને 74 આરોપી પકડાયા છે. મહેસુલ વિભાગ (Gujarat Revenue Dept)માં 23 કેસ થયા છે અને 45 આરોપી પકડાયા છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણમાં 20 કેસ અને 48 આરોપી પકડાયા છે. રાજ્ય સરકારે ACBને આધુનિક બનાવવા 90.40 લાખ ફળવ્યા તેમજ IT વિભાગને લગતા સાધનો ખરીદ કરવા માટે સરકારે 3 કરોડ ફાળવ્યા. સાથે જ ACB દ્વારા 7 કાયદાકીય સલાહકારની નિમણૂક કરી છે. અપ્રમાણસર મિલકતના એનાલિસિસ (Illegal property analysis)માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેનલ સહિત વિવિધ પેનલની નિમણૂક પણ કરી છે.

આ પણ વાંચો: Anti Corruption Bureau:રાજકોટ મનપાનો ફાયર વિભાગનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો: Bribery Incident In Surat: 3 હજાર રૂપિયાની લાંચ લેતા શખ્સની પુણા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાંથી ACBએ કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.