ETV Bharat / city

AMCનો મહત્વપૂર્ણ નિર્ણય, 'કોરોના ઘર સેવા: સંજીવની વાન' સેવા થશે શરૂ - કોરોના ઘર સેવા: સંજીવની વાન સેવા

AMC દ્વારા 'કોરોના ઘર સેવા: સંજીવની વાન' સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને સેવા અપાશે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Jul 6, 2020, 8:07 PM IST

અમદાવાદ: એએમસી દ્વારા 'કોરોના ઘર સેવા: સંજીવની વાન' સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને સેવા અપાશે. નર્સિંગ અને પેરા મેડિકલની 75 ટીમ બનાવવામાં આવશે. જેમાં 2 તાલીમ પામેલ વ્યક્તિ રહેશે. 10 ટીમ વચ્ચે એક ડોક્ટરની ફાળવણી કરાશે. એએમસીએ 150 પેરા મેડિકલ સ્ટાફ, 10 ડોક્ટર ફાળવણી, પ્રત્યેક ટીમ 10 દર્દીઓની આરોગ્ય તપાસણી કરશે.

અમદાવાદમાં કોરોના સંક્રમણને રોકવા માટે લેવામાં આવતા પગલાંઓની સમીક્ષા કરવા આજે સાબરમતી રિવર ફ્રન્ટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર આઇ.એસ.એસ., તેમજ જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કિમિશનર ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વના મુદ્દા જેવા કે, સંજીવની રથ, 104 રથ વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.

આ ઉપરાંત હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓની દરરોજ તપાસ થાય તેમજ યોગ્ય સારવાર મળી રહે તે માટે 'કોરોના ઘર સેવા: સંજીવની વાન'ની શરૂઆથ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. 'કોરોના ઘર સેવા: સંજીવની વાન' માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ પેરા મેડિકલ સ્ટાફની એક ટીમ તૈયાર કરવામાં આવશે. જેમના દ્વારા અર્બન હેલ્થ સેન્ટરના ક્ષેત્રમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓની દરરોજ મુલાકાત લઇ તેમની તપાસ કરવામાં આવશે.
જેમાં તેમનું બલ્ડ પ્રેશર, ઓક્સિજન લેવેલ તથા શરીરનું તામમાન, ધબકારાનો દર, શ્વાસોશ્વાસનો દર તથા અન્ય રોગ વિશેની જાણકારી મેળવવામાં આવશે. આ ઉપરાંત તેમને જરૂરી દવાઓ પણ આપવામાં આવશે. ત્યારે દરેક ટીમ પાસે તેને લગતા જરૂરી સાધન સામગ્રી જેવા કે, બલ્ડ પ્રેશર માપવાનું મશિન, થર્મોમીટર, પલ્સ ઓક્સિમીટરપ વગેરે હશે. આ સાથે વિટામીન-સી, વિટામીન-ડી તથા અન્ય જરૂરી દવાઓ પણ હશે.

આ માટે તાલીમ પામેલા નર્સિંગ તેમજ પેરામેડીકલ સ્ટાફની 75 ટીમ બનાવવામાં આવી છે. જેમાં પ્રત્યેક ટીમમાં 2 તાલીમ પામેલ વ્યક્તિ રહેશે. આવી દરેક 10 ટીમ વચ્ચે એક ડોક્ટરની ફાળવણી કરવામાં આવી છે. આ ડોક્ટર ટીમ દ્વારા આપવામાં આવેલી દર્દીની માહિતી મુજબ જરૂરિયાતમંદ દર્દીના ઘરની મુલાકાત લઇ જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે. દર્દીને શરીરમાં પાણીની જરૂરીયાત, પોષક આહાર, ગરમ પાણીથી કોગળા, સ્વચ્છતા જાળવવા તથા નિયમિત રીતે સાબુ અથવા સેનેટાઇઝરથી હાથ ધોવા અંગેની સલાહ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.