ETV Bharat / city

રાજયમાં 24 કલાકમાં 5 કોર્પોરેશન અને 3 જિલ્લામાં 16 કેસ નોંધાયા, જન્માષ્ટમી દરમિયાન વેકસીન 29-30 સપ્ટેમ્બર બંધ - કોરોના

રાજ્યામાં છેલ્લા 24 ક્લાકમાં કોરોનાના 16 પોઝિટીવ કેસ નોંધાયા છે જ્યારે 18 દર્દીઓ કોરોનાને મ્હાત કરીને સ્વસ્થ્ય થયા છે.

રાજ્યામાં છેલ્લા 24 ક્લાકમાં કોરોનાના 16 પોઝિટીવ કેસ નોંધાયા છે

author img

By

Published : Aug 26, 2021, 9:29 PM IST

  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10 થી નીચે
  • છેલ્લા 24 કલાકમાં 16 પોઝીટીવ કેસ નોંઘાયા
  • 18 દર્દીઓ કોરોનાને માત આપી

ગાંધીનગર : રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં પણ કોરોનાના કોરોનાના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 20થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 16 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિઝીટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિઝીટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 5 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને બરોડા, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં અને 3 જિલ્લા દાહોદ, સુરત અને કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિઝીટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 06 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

આજે 5,45,164 રસીકરણ થયું
જ્યારે રાજ્યમાં આજે 26 ઓગષ્ટના રોજ 5,45,164 વ્યક્તિને રસી આપવામાં આવી છે, રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 4,45,23,577 થઈ છે. આજે રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 2,78,576 નાગરિકને પ્રથમ ડોઝ અને 77,348 નાગરિકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રાજ્યમાં આજસુધીમાં 4.45 કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે.

જન્માષ્ટમીના તહેવાર નિમિતે વેકસીનેશન બંધ
રાજ્યમાં તહેવારનો માહોલ છે ત્યારે રવિવારે 29 તારીખે વેક્સિનેશન રવિવારના કારણે બંધ રાખવામાં આવશે જ્યારે 30 સપ્ટેમ્બર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પણ રાજ્યમાં તમામ સેન્ટર્સ ઉપર વેક્સિનેશન બંધ રાખવામાં આવશે આમ તહેવાર નિમિત્તે રાજ્યમાં બે દિવસ સુધી વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે.

રાજ્યમાં એક્ટિવ કેસ 200થી નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 157 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 04 વેન્ટિલેટર પર અને 153 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,079 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,126 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.