- મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જર માટે કરાયો છે RT-PCR ટેસ્ટ ફરજીયાત
- રેલવે, બસ કે હવાઈ માર્ગે મહારાષ્ટ્રના પેસેન્જર માટે બન્યા નિયમો
- ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કર્યા નિયમો
અમદાવાદ: મહારાષ્ટ્રમાં સંપૂર્ણ દેશના 50 ટકાથી વધુ દૈનિક કોરોનાના કેસો નોંધાઇ રહ્યાં છે. ગુજરાતના જાહેર આરોગ્ય વિભાગે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા પેસેન્જરો માટે કોરોનાનો RT- PCR ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. આ ઉપરાંત આ પેસેન્જરોનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવે, તે મુદ્દાનો પરિપત્ર બહાર પાડયો હતો. ત્યારે આ પેસેન્જરો હવાઈમાર્ગે, રેલ માર્ગે તેમજ બસ દ્વારા ગુજરાતમાં પ્રવેશે તો કેવા પ્રકારની ગાઈડલાઈન રહેશે તે પણ જાહેર કર્યું છે.
એરપોર્ટ માટેના નિયમ
ડોમેસ્ટિક પેસેન્જર મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશે તો 72 કલાકની અંદર તેનો RT- PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવો જરૂરી છે. એરપોર્ટના અધિકારીઓને રીપોર્ટ બતાવવાનો રહેશે. RT- PCR ટેસ્ટ રિપોર્ટ નહીં હોય, તો કમ્પલસરી એરપોર્ટ ઉપર પેસેન્જરે પોતાના ખર્ચે RT- PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર RT- PCR ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો પેસેન્જર નેગેટિવ હશે, તો તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે. પોઝિટિવ પેસેન્જરને સંસ્થાગત ક્વોરન્ટાઇન કરવામાં આવશે. આ ઉપરાંત પેસેન્જરના આગમન સમયે તેમનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો તેને કોરોનાના લક્ષણો દેખાશે. તો તેનો RT- PCR ટેસ્ટ પેસેન્જર ખર્ચે કરવામાં આવશે. જેનો 800 રૂપિયા ચાર્જ લાગશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશનારા વ્યક્તિઓના ટેસ્ટ અને સ્ક્રિનીંગ ફરજિયાત
રેલેવ સ્ટેશન માટેના નિયમ
મહારાષ્ટ્રથી આવતા પેસેન્જરે ફરજિયાત 72 કલાકની અંદર આવેલો કોરોનાનો RT- PCR રિપોર્ટ સાથે રાખવો પડશે અને રેલવે અધિકારી માગે ત્યારે તેને બતાવવો પડશે. જો 72 કલાકની અંદર ટેસ્ટ કરેલો નહીં હોય કે સાથે ટેસ્ટનો રિપોર્ટ નહીં હોય તો પેસેન્જરે રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરાવવાનો રહેશે. જે પેસેન્જર નેગેટિવ હશે તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે. જ્યારે પોઝિટિવ પેશન્ટને સંસ્થાગત ક્વોરન્ટાઇન કરવામાં આવશે. રેલવે ઓથોરિટીએ પેસેન્જરોના આગમન ઉપર તેમના સ્ક્રિનિંગની જવાબદારી ઉપાડવી પડશે. સાથે જ આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું પાલન કરવાનું રહેશે. આ નિયમો મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જરો માટે લાગુ પડશે.
આ પણ વાંચો : સુરતમાં 34 રીક્ષા ચાલકો કોરોના પોઝિટિવ
રોડ માર્ગીય નિયમો
રસ્તાઓ અને હાઈવે દ્વારા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા પેસેન્જરોએ પણ 72 કલાકની અંદર કોવિડ- 19નો RT- PCR રિપોર્ટ કરાયેલો હોવો જોઈશે. જો પેસેન્જર પાસે આવો રિપોર્ટ નહીં હોય, તો તેમને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર પેસેન્જરોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો તેમને તાવ સહિત કે કોરોનાના લક્ષણ હોય તો તેમને RT- PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. જેનો ખર્ચ પેસેન્જરે ભોગવવાનો રહેશે. જો પેસેન્જર નેગેટિવ હશે તો તે ગુજરાતમાં પ્રવાસ કરી શકશે. પોઝિટિવ પેસેન્જરને સંસ્થાગત આઇસોલેશનમાં જવાનું રહેશે.