ETV Bharat / city

ભારે કરીઃ એક અઠવાડિયામાં 700 સુપર સ્પ્રેડરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - કરિયાણા સ્ટોર્સ

અમદાવાદમાં એકતરફ જ્યાં આજથી કરિયાણા અને શાકભાજીનો વેપારધંધો શરુ થઈ ગયો છે ત્યાં ચિંતા કરાવે એવા સમાચાર પણ સામા આવી રહ્યાં છે. માહિતી મળી રહી છે કે પાછલાં એક અઠવાડિયામાં આવા 700 સુપર સ્પ્રેડર્સનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ભારે કરીઃ એક અઠવાડિયામાં 700 સુપર સ્પ્રેડરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

author img

By

Published : May 15, 2020, 5:05 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના રોગચાળાએ ભરડો લીધો છે, ત્યારે સુપર સ્પ્રેડર્સને શોધી કાઢવા અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને એક સપ્તાહ માટે બંધ કરાવી દીધેલી કરિયાણા અને શાકભાજી તેમ જ ફળોની દુકાનો, અનાજ દળવાની ઘંટીઓ વગેરે આજથી શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભે તકેદારી વધારવાની તાતી જરુરિયાત જણાય તેવું નિવેદન એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવ કુમાર ગુપ્તાએ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં આજથી જીવન જરૂરિયાતની વસ્તુઓ માટેની દુકાન ખોલી દેવામાં આવી છે અને ધીરેધીરે સ્થિતિ સામાન્ય બનશે. છેલ્લાં એક અઠવાડિયામાં 33,500 જેટલા સુપર સ્પ્રેડરનું હેલ્પ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 12500 લોકોના રીપોર્ટ કરાવામાં આવ્યાં હતાં જેમાંથી 700 સુપર સ્પ્રેડરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ભારે કરીઃ એક અઠવાડિયામાં 700 સુપર સ્પ્રેડરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
વધુમાં તેમણે જણાવ્યું કે હેલ્થ કાર્ડ જે પણ વિક્રેતાને ઈસ્યુ ન થયો હોય તેની પાસેથી ખરીદી કરવાનું ટાળે અને ખરીદી સમયે સૌપ્રથમ હેલ્થ કાર્ડ જ ચેક કરે. મહત્વનું છે કે આજથી ઓરેન્જ ઝોનમાં સવારે 8થી 3 અને રેડ ઝોનમાં 8થી 1 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. જ્યારે શાકભાજીના પાંચ હૉલસેલ માર્કેટ પણ શરૂ કરવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.