અમદાવાદ: રાજ્યમાં કોરોનાનો (Corona In Gujarat) હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના 2,000થી વધુ કેસો (Corona Cases In Gujarat) આવી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં 1200થી વધુ કેસો (Corona Cases In Ahmedabad) આવ્યા હતા, જેને લઈ મ્યુનિસિપલ કમિશ્નર અને આરોગ્ય ખાતું સતર્ક થયું છે. અમદાવાદમાં દોડતી AMTS અને BRTS બસોમાં 50 ટકા સીટિંગ (seating capacity in amts and brts ahmedabad) કરવામાં આવી છે. તો બીજી તરફ દરેક પ્રવાસીઓને માસ્ક પહેરવા પણ ફરજિયાત (Corona Guidelines In Ahmedabad) કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ જિલ્લામાં કોરોના કહેર, 4 દિવસમાં નવા 105 કેસ નોંધાયા
કોર્પોરેશન થયું સતર્ક
AMCના આદેશ પ્રમાણે, BRTS અને AMTS (amts and brts buses in ahmedabad)માં પ્રવાસ કરતા દરેક પ્રવાસીઓના કોવિડ-19 વેકસિનના બન્ને ડોઝના સર્ટિફિકેટ (covid 19 certificate ahmedabad)ની ખરાઈ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. તો બીજી તરફ જે પ્રવાસીઓએ વેક્સિન (vaccination in ahmedabad) લીધી ન હોય અથવા તો જેમનો વેક્સિનનો બીજો ડોઝ ડ્યુ થયો હોય અને ડોઝ લીધો ન હોય તેવા પ્રવાસીઓને AMTS/BRTS બસમાં મુસાફરી કરવા દેવામાં નહીં આવે. આ તમામ નિયમોનું કડક પાલન થાય તે માટે અલગ - અલગ જગ્યાએ અધિકારી, સુપરવાઈઝરી ટીમ વિજીલન્સ ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.
શહેરમાં કેટલી બસો દોડે છે
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા શહેરીજનોને જાહેર પરિવહનની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં હાલમાં અ.મ્યુ.ટ્રા.સ.ની 580 બસો અને BRTSની 350 બસો મળી કુલ 930 બસો સંચાલનમાં મુકવામાં આવે છે.
આ પણ વાંચો: COVIDના દર્દીને પડતી હાલાકીને શર્મસાર કરતો કિસ્સો