ETV Bharat / city

કોરોના ઈફેક્ટ: સૌને ગમી જાય એવા ટેડીબિયર જેવા રમકડાંની સામે લોકો જોતાં પણ નથી - corona effect

શહેરની ખુલ્લી જગ્યાઓ, હાઇવે અને 200 ફૂટ રિંગ રોડ પરથી પસાર થતાં કેટલાક ઝાડ પર નાના મોટા ટેડીબિયર જોવા મળે છે. રંગબેરંગી ટેડીબિયરની સાથે બાળકોના વિવિધ આકારના ઝુલા, રબ્બરના હવા ભરેલા રમકડાં અને પાણીમાં રમવાની રબરની રિંગનું પણ વેચાણ થતું જોવા મળે છે. ક્રિસમસ, વેલેન્ટાઇન ડે, બર્થ ડેની ઉજવણીમાં વધારે વેચાતા હ્રદય આકારના શો પીસ તો ખરા જ. પરંતુ હાલની કોરોનાની મહામારીના કારણે રોડ પર પાથરેલી, ઝાડ પર લટકતી આ સામગ્રીની પૂછપરછ કે વેચાણ તો દુરની વાત કોઇ જોવાની દરકાર પણ લેતું નથી.

ટેડીબિયર
ટેડીબિયર
author img

By

Published : Dec 21, 2020, 3:13 PM IST

Updated : Dec 21, 2020, 3:25 PM IST

  • શહેરના માર્ગો પર ઝાડ પર લટકતાં ટેડી બિયર આકર્ષણનું કેન્દ્ર
  • મહામારીના કારણે માર્ગો પર વસ્તુઓ વેચતા લોકોની હાલત કફોડી
  • બર્થડે, વેલેન્ટાઇન ડે અને ક્રિસમસ વેળાએ ટેડીબિયર, રેડ હાર્ટનું વેચાણ વધારે
    કોરોના કાળમાં  ટેડીબિયર જેવા રમકડાંની સામે લોકો જોતાં પણ નથી

અમદાવાદ: શહેરની ખુલ્લી જગ્યાઓ, હાઇવે અને 200 ફૂટ રિંગ રોડ પરથી પસાર થતાં કેટલાક ઝાડ પર નાના મોટા ટેડીબિયર જોવા મળે છે. રંગબેરંગી ટેડીબિયરની સાથે બાળકોના વિવિધ આકારના ઝુલા, રબ્બરના હવા ભરેલા રમકડાં અને પાણીમાં રમવાની રબરની રિંગનું પણ વેચાણ થતું જોવા મળે છે. ક્રિસમસ, વેલેન્ટાઇન ડે, બર્થ ડેની ઉજવણીમાં વધારે વેચાતા હ્રદય આકારના શો પીસ તો ખરા જ. પરંતુ હાલની કોરોનાની મહામારીના કારણે રોડ પર પાથરેલી, ઝાડ પર લટકતી આ સામગ્રીની પૂછપરછ કે વેચાણ તો દુરની વાત કોઇ જોવાની દરકાર પણ લેતું નથી.

અમદાવાદમાં રસ્તાઓ પર વસ્તુઓનું વેંચાણ કરે છે ફેરિયાઓ

એક ગામથી બીજે ગામ વેપાર કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. કેટલાક પ્રદેશમાં તૈયાર થતી ચીજ વસ્તુઓની ખરીદી વિશાળ શો રુમો માંથી મોંઘી પડે છે. એ જ વસ્તુઓ ગામે ગામ ફેરી કરી પેટિયું રળતા લોકો પાસે સસ્તા દરે મળી જાય છે. શહેરના માર્ગો પર બીજા પ્રાંતમાં બનેલા રમકડાં, કલાત્મક ચીજો, કોટી, ધાબળાં, ઝુલા જેવી અને ચીજ વસ્તુઓ લઈને ફરતાં લોકો જોવા મળે છે. શહેરની અંદર કે બહારની ખુલ્લી જગ્યાઓમાં માર્ગને છેડે પણ પથારા પાથરી સામગ્રી વેચતા પરપ્રાંતિયો જોવા મળી જાય છે. હાલ શહેરના એસ.જી.હાઇવે, ખોરજ, બોપલ નજીક રીંગ રોડ જેવા ખુલ્લા વિસ્તારોમાં નાની મોટી સાઇઝના રંગબેરંગી ટેડીબિયર ઝાડ પર લટકતાં જોવા મળે છે. આ સાથે બાળકો માટે પ્રાણીઓના વિવિધ આકારના રબ્બરના રમકડાં, પાણી ભરી રમવાની રીંગ પણ વેચાય છે.

લોકડાઉનમાં લોકોએ આપેલા ફૂડ પેકેટથી ગુજરાન ચલાવ્યું

બોપલ પાસેના હાઇવે પર છેલ્લા કેટલાક સમયથી ટેડી બિયરનું વેચાણ કરતાં ફેરિયાએ જણાવ્યું કે, પહેલાં બર્થ ડે, વેલેન્ટાઇન ડે, ક્રિસમસમાં વેચાણ ખૂબ જ થતું હતું. અત્યારે કોરોના કાળમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગ્રાહકો જોવા પણ ઉભા રહેતા નથી. લોકડાઉન વખતે આવતા જતા લોકો અમને ફૂડ પેકેટ્સ, સીધુ સામાન આપી જતાં એમાંથી અમારું ગુજરાન ચાલતું હતું. બીજી તરફ એસ.જી. હાઇવે પર ખોરજ પાસે છેલ્લા સાત આઠ વર્ષથી વેપાર કરતાં ફેરિયાએ જણાવ્યું કે, કોરોના પછી કેટલાક લોકો ટેડીબિયર અને ઝુલા જેવી અમારી અન્ય સામગ્રીને સંક્રમણના ડરથી લોકો અડતાં પણ નથી. રોજ દિવસ ઉગે અને બોણી થાય તો ય બહુ કહેવાય. મોટાભાગનો સમાન દિલ્હીથી લાવીએ છીએ પણ હાલ વેચાણ ઓછું હોવાથી અમે પણ ખરીદી કરતાં નથી.

જુદી જુદી સાઈઝમાં મળે છે રમકડાં

સ્પન્ચ અને કપડાંમાંથી તૈયાર થયેલાં ટેડીબિયર શો રુમોમાં મોંઘા પડે છે. ત્યારે માર્ગો પર અંદાજે રૂપિયા દોઢસોથી લઈને છસ્સો સુધીમાં જુદી જુદી સાઇઝ અને રંગોમાં સરળતાથી મળી જાય છે. પરંતુ કોરોના કાળમાં ટેડીબિયર અને વેલેન્ટાઇન ડે , બર્થ ડે પર વધુ વેચાતા હ્રદય હાલ તો ઝાડ પર જ લટકી રહ્યા છે.

Last Updated : Dec 21, 2020, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.