ETV Bharat / city

કોરોના ને 9 માસ પૂર્ણ થયા જાણો સિવિલ હોસ્પિટલની કેવી રહી કામગીરી - કોરોનાવાયરસનાસમાચાર

કોવિડ-૧૯ વાયરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધુ છે. આ રોગને નાથવા તંત્ર સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે.

કોરોના ને 9 માસ પૂર્ણ થયા
કોરોના ને 9 માસ પૂર્ણ થયા
author img

By

Published : Dec 20, 2020, 11:06 AM IST

  • કોરોના ને 9 માસ થયા પૂર્ણ
  • ડોકટર અને કર્મચારીઓની મહત્વની ભૂમિકા
  • અનેક લોકોએ મેળવી સફળ સારવાર
    કોવિડ-૧૯ વાયરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધુ

અમદાવાદ:કોવિડ-૧૯ વાયરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધુ છે. આ રોગને નાથવા તંત્ર સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. આ દર્દીઓની સેવામાં ત્રણ પાળીમાં અંદાજે ૨૫૦ થી વધુ ડોકટર્સ, ૪૫૦ જેટલો નર્સિંગ સ્ટાફ તથા ૬૦૦ જેટલા સફાઈ કર્મિઓ મળી ૧૨૦૦ કર્મિઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે.આ ઉપરાંત ૧૩૦ પેશન્ટ એટેન્ડન્ટ, ૬૦ નર્સિંગ સ્ટુડન્ટ્સ, ૧૨૦ સિક્યુરિટી સ્ટાફ, ૧૮ બાયો મિડેકલ એંજિનિયર્સ, ૨૦ પી.આર.ઓ., ૧૫ કાઉન્સિલર્સ, ૪૬ એક્સ-રે એન્ડ લેબ ટેકનિશિયન્સ, અને ૧૫ ડ્રાઈવર મળી કુલ ૧૭૨૫ યોધ્ધાઓ ખડેપગે અને અવિરત સેવા બજાવે છે.

કોરોના ને 9 માસ પૂર્ણ થયા જાણો સિવિલ હોસ્પિટલની કેવી રહી કામગીરી

કેટલા કોરોના દર્દીએ મેળવી સારવાર?આ હોસ્પિટલના સુચારુ સસંચાલન અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે.પી.મોદીએ જણાવ્યું હતું કે, “કોરોનાનો પ્રથમ કેસ ૧૯મી માર્ચે નોંધાયો ત્યારે સિવિલ હોસ્પિટલના ડી-૯ વોર્ડ થી લઈને 7 એપ્રિલના રોજ કોરોના ડેડીકેટેડ હોસ્પિટલમાં પરિણામવામાં આવેલ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં અત્યાર સુધીના ૯ માસના સમયગાળામાં ઓ.પી.ડીમાં ૪૮,૦૪૪ અને આઈ.પી.ડી.માં ૧૯,૭૯૧ દર્દીઓને તપાસવામાં આવ્યા છે. જ્યારે અગાઉથી જ કોરોના પોઝીટીવ જણાયા હોય તેવા ૮,૩૬૭ દર્દીઓને અહીં સારવાર અપાઈ છે અને ૧૨,૯૪૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે નોન કોવિડ થયેલા ૩,૦૭૬ દર્દીઓને આ હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલના નોન-વોર્ડમા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.350 વેન્ટિલેટર અને 7 કરોડની ઓકસીજનનો વપરાશ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં અધ્યતન સારવારની સાથે અન્ય સેવાઓ પણ દર્દીઓને અપાઈ છે.જે દર્દીઓ અતિં ગંભીર પરિસ્થિતીમાં અહીં આવ્યા છે અને જેમને ઓક્સિજનની જરૂર પડી છે તેવા દર્દીઓ માટે ૩૫૦ જેટલા વેન્ટિલેટર સહિતનાબેડ અનામત રખાયા છે. આવા બેડ પર દાખલ થયેલા દર્દીઓ માટે અત્યાર સુધીમાં ૨૩,૩૩,૩૭૭ ક્યુબિક મિ.મિ ઓક્સિજનનો વપરાશ થયો છે. જેની અંદાજિત કીમત રૂ. ૭ કરોડ જેટલી થાય છે, એમ ડૉ. મોદી ઉમેરે છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં તબીબો અને અન્ય સપોર્ટ સ્ટાફે દિવસ રાત- રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. અત્યંત કપરી પરિસ્થિતીમાં પણ અહીં અવિરત સેવાનો ધોધ વહ્યો છે. અહીં દર્દીઓની સારવાર ઉપરાંત કોરોનાના ટેસ્ટ પણ કરાયા છે.સિવિલમાં અંદાજે 1.90 લાખ જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરાયા૧૨૦૦ બેડની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૯,૧૮૯ લોકોના ટેસ્ટ કરાયા છે જેમાંથી ૯,૪૪૪ લોકો પોઝીટીવ જણાયા છે જ્યારે ૨૯,૭૪૫ લોકોના ટેસ્ટનું પરિણામ નેગેટીવ આવ્યું છે. જ્યારે સિવીલ હોસ્પિટલમાં આવેલી બી.જે. મિડીકલ કોલેજમાં કાર્યરત લેબોરેટરીમાં કુલ ૧,૫૪,૭૯૯ લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે તે પૈકી ૧૮,૮૪૧ પોઝીટીવ તથા ૧,૩૫,૯૫૮ લોકોના નેગેટીવ જણાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.