- અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો
- સુપર સ્પ્રેડરના કોરોના ટેસ્ટની શરૂઆત
- વધતા કોરોનાને લીધે કરાયો નિર્ણય
અમદાવાદ: શહેર સહિત રાજ્યમાં ફરી એક વખત કોરોના થયો છે, ત્યારે ઇલેક્શન પત્યા બાદ કોર્પોરેશન તંત્ર જાગ્યું છે અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ વેચનારા વેપારીઓ સાથે જ શાકભાજી દૂધ સહિતના વેપારીઓની ફરી એક વખત કોરોનાનો ટેસ્ટ કરવાની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કરેલી છે.
આ પણ વાંચો: 2 મહિનાથી વધુ સમયમાં 2.5 લાખ વેક્સિનના ડોઝ અમદાવાદીઓને 229 કેન્દ્રો પરથી અપાયા
કોરોનાની ચેઇન તોડવી જરૂરી બની
કોરોના વધતા કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરના સાતેય ઝોનમાં અલગ-અલગ જગ્યાએ આરોગ્ય કેન્દ્ર પર સુપર સ્પ્રેડરના કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. ફરી એક વખત કોરોનાની ચેઇન તોડવી જરૂરી બની રહેશે. કારણ કે જે રીતે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા કામગીરી થવી ખૂબ જ આવશ્યક છે. જેના લીધે કોરોનાથી અમદાવાદ શહેરમાં ફરી કેસોની સંખ્યા નિયંત્રણમાં આવી શકે.
આ પણ વાંચો: ઔદ્યોગિક એકમોના કારીગરોને કરોના વેક્સિન આપવા આરોગ્ય પ્રધાનની રજૂઆત
કોરોનાના ટેસ્ટ કરાવવા જરુરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરી છે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે જે આઠ દિવસની અંદર ફરી એક વખત કોરોનાના ટેસ્ટ કરાવવા જરુરી બને છે, ત્યારે કયાં પ્રકારની કામગીરી લેવામાં આવે છે અને તંત્રની કામગીરી કેટલી અસરકારક નીવડે છે.