- રજિસ્ટ્રાર અને સ્ટાફના 10થી વધુ કર્મચારીઓ પોઝિટિવ આવ્યાં
- અમદાવાદ IIMમાં પણ કેસનો આંકડો 70એ પહોંચ્યો
- GTUમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો
અમદાવાદ: રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થતાં જ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. ત્યારે રાજ્યમાં સતત કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ કેસોમાં રેકોર્ડ બ્રેક વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં કુલપતિ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ હવે રજિસ્ટ્રાર અને સ્ટાફના 10થી વધુ કર્મચારીઓ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે અમદાવાદ IIMમાં પણ કેસનો આંકડો 70એ પહોંચ્યો છે.
GTUમાં ભયનો માહોલ ફેલાયો
ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં ગત સપ્તાહે કુલપતિ નવીન શેઠને કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદ તેઓ હોમ કવોરન્ટાઈન થયા હતા. હાલ તેમની તબિયત સુધારા પર છે. પરંતુ GTU રજીસ્ટાર કે. એન. ખેર પણ કોરોના પોઝિટિવ છે અને સ્ટાફના પણ 10થી વધુ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ અન્ય સ્ટાફના પણ કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. એક સાથે આટલા કર્મચારીઓને પોઝિટિવ આવતા GTUમાં ભયનો માહોલ ફેલાયો છે.
આ પણ વાંચો: અમદાવાદઃ GTUમાં 10 ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી
GTUમાં કોવિડ-19ના કુલ 6 કેસ સામે આવ્યા હતા
GTU કેમ્પસમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. GTUના વાઈસ ચાન્સેલર નવીન શેઠ કોરોના પોઝિટિવ આવ્યાં હતા. તે ઉપરાંત 2 પ્રોફેસર સહિત 3 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયાં હતા. GTUમાં કોવિડ-19ના કુલ 6 કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ GTU કેમ્પસને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: GTUમાં PHDની એન્ટ્રન્સ ટેસ્ટ મોકૂફ, પરીક્ષાની તારીખ આગામી દિવસોમાં GTUની વેબસાઇટ પર જાહેર કરાશે