ETV Bharat / city

વેપારીએ સાગનું ફર્નિચર કહી ભુસાવાળું ફર્નિચર પધરાવી દેતા ગ્રાહક કોર્ટે વેપારીને ફટકાર્યો દંડ - Ahmedabad news

અમદાવાદમાં એન્ટેક ઈલેક્ટ્રોનિક દ્વારા 2017માં ગ્રાહકની છેતરામણી કરવામાં આવી હતી. આજે 4 વર્ષ બાદ ગ્રાહક કોર્ટ દ્વારા આ મામલે ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં ગ્રાહક કોર્ટે વેપારીને મૂળ રકમમાંથી 25 ટકાનો ઘસારો કાપી બાકીના 8 ટકા વ્યાજ સાથે પૈસા ચૂકવવા હુકમ કર્યો છે.

ો
author img

By

Published : Aug 7, 2021, 6:58 PM IST

  • વેપારીએ ભુસાવાળું ફર્નિચર પધરાવી દેતા ગ્રાહક કોર્ટે વેપારીને કર્યો દંડ
  • એક વર્ષમાં આવ્યો ચુકાદો
  • કોર્ટે ઘસારાની 25 ટકા રકમ બાદ કરતાં બાકીની રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો

અમદાવાદ: એન્ટેક ઇલેક્ટ્રોનિક પાસેથી મહેન્દ્રભાઈ મહેડિયાએ 1 મે 2017ના રોજ રૂપિયા 2 લાખ 78 હજાર 690નું ફર્નિચર ખરીધ્યું હતું. વેપારીએ ફર્નિચર માત્ર સાગના ટકાઉ લાકડામાંથી બનાવવામાં આવ્યું હોવાનું કહેતા ટૂંક સમયમાં જ ફર્નિચર બગડી ગયું હતું. આમ સાગનું ફર્નિચર કહી ભુસાવાળું ફર્નિચર પધરાવી દેતા ગ્રાહક કોર્ટે વેપારીને મૂળ રકમમાંથી 25 ટકાનો ઘસારો કાપી બાકીના 8 ટકા વ્યાજ સાથે પૈસા ચૂકવવા હુકમ કર્યો છે.

ગ્રાહક કોર્ટે વેપારીને ફટકાર્યો દંડ

શું છે સમગ્ર મામલો?

ગ્રાહકે 1 મે 2017ના રોજ એન્ટેક ઇલેક્ટ્રોનિકસ ખાતેથી 2 લાખ 78 હજાર 690 રૂપિયા આપી ફર્નિચર ખરીધ્યું હતુ. એ સમયે વેપારીએ જણાવ્યું કે, ફર્નિચર સાગના લાકડામાંથી બનેલું હોવાથી ફરિયાદીએ વારંવાર વેપારીને ફર્નિચર પાછું લેવા અને પૈસા પાછા કરવા રાજુવાત કરી હતી. પરંતુ વેપારીએ સામે 30 ટકા રકમ કાપી લેવા જણાવ્યુ હતું. આ સામે ફર્નિચરમાં પાવડર નીકળતા ગ્રાહકને અનુભવ થયો કે, તેમણે જે મુજબ ફર્નિચરના પૈસા ચૂકવ્યા તે મુજબ ન થતા ફરીવાર રાજુવાત કરી હતી. પણ વેપારીએ અવગણના કરતા તેમણે ગ્રાહક કોર્ટની શરણ લીધી.

આ પણ વાંચો- બિલ્ડરના વાંકે ગ્રાહકની બેન્ક લોન રદ થતા જાણો Consumer Court શું કર્યો આદેશ?

કોર્ટે શું કર્યો હુકમ?

ગ્રાહકો માટે ગ્રાહકની તરફેણમાં હુકમ કરતા જણાવે છે કે, ફર્નિચર ખામીયુક્ત હોવાથી વેપારીએ ફર્નિચર બદલી આપવું પડશે. જો વેપારી ફર્નિચર આપી શકે તેમ ન હોય તો ફરિયાદીએ કુલ રકમના 25 ટકા ઘસારો કાપી બાકીની રકમ 2 લાખ 9 હજાર 71 રૂપિયા 8 ટકા વ્યાજ ચૂકવવા પડશે. આ સાથે ફરિયાદીના 5 હજાર રૂપિયા તેમને પડેલા માનસિક ત્રાસના ચૂકવી આપવા તેમજ અરજી પેટેના 3 હજાર ચૂકવવા આદેશ કર્યો છે. આ સંપૂર્ણ રકમ 30 દિવસમાં ચૂકવી આપવો પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.