- કન્ઝયુમર કોર્ટે ડેમેજ ફોન ગ્રાહકને પધરાવી દેનાર વેપારીને શીખવ્યો પાઠ
- છ વર્ષે આવ્યો કોર્ટે આપ્યો ચૂકાદો
- એક મહિનામાં મોબાઈલ સંપૂર્ણપણે રીપેર કરી આપવો પડશે
અમદાવાદઃ અમદાવાદના હિતેશભાઈએ 2016 માં રૂપિયા 14 હજાર 500 રૂપિયાનો પેનસોનિક કંપનીનો ફોન ખરીદ્યો પણ ખરીદીના એક જ કલાકમાં ફોનમાં હિટિંગ થવા લાગતા તેમણે શોરૂમમાં ફરિયાદ કરી હતી. વેપારીએ ફોન બદલી ન આપતા તેમાં માત્ર સોફ્ટવેર અપડેટ કર્યું. જેના કારણે પણ વધુ ગરમ થાય તેની ડિસ્પ્લે ઊડી ગઈ. આ સામે ગ્રાહકે ફોન બદલી આપવા અથવા રીપેર કરી આપવા બે વખત ફરિયાદ કરી, પરંતુ ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ ન આપતા અંતે તેમણે કન્ઝ્યુમર કોર્ટમાં ( Consumer court ) ફરિયાદ કરી હતી. કોર્ટે મોબાઇલ સ્ટોર અને શોરૂમ વેપારીને 1-1 હજાર રૂપિયાનો દંડ કર્યો છે.
આ પણ વાંચોઃ સુરતની ખાનગી વેટરનરી હોસ્પિટલમાંથી પાલતુ શ્વાન ગુમ થતા મહિલા વકીલે ગ્રાહક કોર્ટમાં નોંધાવી ફરિયાદ