- અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ આપ્યું દિલ્હી ચલો આંદોલનને સમર્થન
- કાર્યકર્તાઓની અટકાયત
અમદાવાદ: દિલ્હીમાં કૃષિ બીલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધને સમર્થન આપવા માટે શુક્રવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દ્વારા તેઓ ખેડૂતોની માગણીઓ પૂર્ણ કરવામાં આવે તેવી અપીલ કરી રહ્યા છે.
વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાની અટકાયત
મહત્વનું છે કે દિલ્હીમાં ખેડૂતો દ્વારા છેલ્લા 8 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે ત્યારે આગામી શિયાળુ સત્રમાં તે માટેની ચર્ચા થાય તે પણ જરૂરી છે. અમદાવાદમાં ગાંધી આશ્રમથી કલેક્ટર સુધીની રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વિરોધ કરે તે પહેલાં જ કાર્યકર્તાઓની અટકાયત કરી દેવામાં આવી છે.