રવિવારે પાણીના મુદ્દે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીની ઓફિસે કેટલીક મહિલાઓ સૂત્રોચ્ચાર અથવા માગણી માટે આવી હતી. ત્યારે તેમને ગડદાપાટુનો માર મારવાના અને લાતો મારવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાંની સાથે જ ચારેકોરથી લોકોનો ફિટકાર વરસી રહ્યો હતો.
ત્યારે નરોડા ખાતે ધારાસભ્યની ઓફિસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં કોંગ્રેસના મહિલા મોરચાના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા ધારાસભ્ય બલરામ થાવાની રાજીનામું આપે અથવા તો ભારતીય જનતા પાર્ટી તેને પાર્ટી માંથી નિલંબિત કરે તેવી માંગ સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.