- પહેલા કોંગેસના ધારાસભ્યો ખરીદ્યા હોવાથી મતદારોને ખરીદવા નીકળ્યા છે
- ભાજપ આવા હાથકંડા અપનાવી સફળ નહીં થાય
- ભાજપ આવા ગોરખધંધા કરી ચૂંટણી જીતવા માંગે છે
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીનું આજે મતદાન શરૂ છે. ત્યારે તાજેતરમાં કરજણ બેઠક પર ચૂંટણી પંચના નિયમોના ધજાગરાં ઉડ્યાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં કરજણમાં ભાજપના કાર્યકરો પર પૈસા આપ્યાનો આરોપ લાગ્યો છે. ભાજપના કાર્યકરો પૈસા વેચતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
કરજણના પોર-ઇટાલા વિસ્તારનો વીડિયો પ્રસાર માધ્યમમાં મૂકાયો છે. જો કે, આ મામલે કરજણ પોલીસે 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે 57,000 રૂપિયા અને ગાડી પણ કબ્જે કરી છે. આ વીડિયો અંગે ચૂંટણી પંચે તપાસ કરવાના આદેશ પણ આપી દીધાં છે. જો કે, કોંગ્રેસ પ્રવક્તા એ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
કરજણમાં ભાજપ દ્વારા મત આપવા પૈસા આપવા અંગે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારનું નિવેદન
- જે વીડિયો સામે આવ્યો છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ હાર ભાળી ગઈ છે
- સોમા પટેલના વીડિયો અંગે જયરાજસિંહ પરમારનો સી.આર. પાટીલના નિવેદન પર કટાક્ષ
- સી આર પાટીલ એવું કહે છે કે આમાં સોમા પટેલ સ્પષ્ટ દેખાતા નથી
- બહિષ્કાર કરવાથી ઉકેલ નહીં આવે
નવલખી ગામના મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો
મોરબીમાં માળિયા ખાતે ન્યુ નવલખી ગામના મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તેઓનું કહેવું હતું કે, તેમની અલગ ગ્રામ પંચાયતની માંગ સ્વીકારવામાં આવી નથી. તેના પગલે તેઓ મતદાન કરવાના નથી. તેના કારણે આ ગામના 303 મતની સામે એકપણ મત પડ્યો ન હતો. ભાજપ અને કોંગ્રેસ બંનેના રાજકીય કાર્યકરો આ લોકોને મતદાન કરવા માટે સમજાવી રહ્યા છે પરંતુ લોકો હજી સુધી ટસના મસ થયા નથી. આના લીધે આ ગામના મતદાન મથકમાં એકપણ મત પડ્યો નથી.
ગેડીમાં બોગસ મતદાન અંગે રિપોર્ટ માંગ્યા
મોરબીના મેઘપર ગામે ભાજપના કાર્યકરો દ્વારા મતદારોને ભાજપને મત આપવા માટે સમજાવવામાં આવી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ ભાજપ પર આ અંગે આરોપ મૂક્યો છે. તેમણે આ અંગે ફરિયાદ દાખલ કરવાની તૈયારી પણ દાખવી છે. આ વીડિયોને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. લીંબડીના ગેડીમાં બોગસ મતદાન થયું નથી. ગેડીમાં બોગસ મતદાન અંગે રિપોર્ટ માંગ્યા છે. પ્રથમ વાર ગેડીમાં બોગસ રીતે મતદાન થયું હોવાનું સામે નથી આવ્યું પરંતુ આ અંગેનો રિપોર્ટ આવવાની રાહ જોઇ રહ્યાં છીએ. કરજણની ઘટના અંગે પણ યોગ્ય પગલાં લેવાશે. આ અંગે કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો છે.
ભાજપના કાર્યકરો પૈસા વેચતા હોવાનો વીડિયો વાઇરલ
અત્રે ઉલ્લેખનીય છે કે, કરજણની પેટાચૂંટણીને લઇને રૂપિયા આપ્યા હોવાના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે. ત્યારે કરજણમાં ભાજપના કાર્યકરો પર પૈસા આપ્યાનો આરોપ લાગ્યો છે. ભાજપના કાર્યકરો પૈસા વેચતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જે કરજણના પોર-ઇટાલા વિસ્તારનો હોવાનું અનુમાન છે. જ્યારે બીજી બાજુ કરજણની પેટાચૂંટણીમાં રૂપિયા વેચતા કોંગ્રેસના 2 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે.
કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા
સોહેલ ચૌહાણ અને વિગ્નેશ પટેલ નામના 2 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રૂપા ગામ નજીકથી 2 કાર્યકરોની ધરપકડ કરી છે. પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મિત પટેલ હજી ફરાર છે. 57 હજાર રોકડ રૂપિયા સાથે પોલીસે આ કાર્યકરોની ધરપકડ કરી છે. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં.