ETV Bharat / city

વિધાનસભા પેટા-ચૂંટણીઃ કોંગ્રેસે 18 નામની યાદી સ્ક્રીનિંગ સમિતિને મોકલી - પેટા-ચૂંટણીના સમાચાર

ગુજરાત વિધાનસભાની પેટા-ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આમ છતાં બન્ને પક્ષોમાંથી હજૂ ઉમેદવારોના નામની જાહેરાત થઈ નથી. આ મામલે હજૂ નામ ચર્ચા હેઠળ છે, ત્યારે ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની 8 બેઠકની પેટા-ચૂંટણીના ઉમેદવારના પસંદગીને આખરી ઓપ આપી દીધો છે. કોંગ્રેસ દ્વારા 8 પૈકી 6 બેઠક પર 2 નામ અને 2 બેઠક પર 3 નામ સ્ક્રીનિંગ સમિતિને મોકલવામાં આવ્યા છે. આગામી 2 દિવસમાં મળનારી સ્ક્રીનિંગ સમિતિમાં 8 બેઠકના 18 દાવેદારો પર ચર્ચા થશે. સ્ક્રીનિંગ સમિતિમાં ચર્ચા બાદ નક્કી થયેલા ઉમેદવારના નામ સેન્ટ્રલ ઇલેક્શન સમિતિને મોકલાશે. જો કે, ભાજપ કયા ઉમેદવારને મેદાને ઉતારશે તે પ્રમાણે કોંગ્રેસ પોતાના ઉમેદવાર નક્કી કરશે.

કોંગ્રેસે 18 નામની યાદી સ્ક્રીનિંગ સમિતિને મોકલી
કોંગ્રેસે 18 નામની યાદી સ્ક્રીનિંગ સમિતિને મોકલી
author img

By

Published : Oct 9, 2020, 4:41 AM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા-ચૂંટણીને લઇ બન્ને પક્ષો દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષોએ પોતાના તરફથી સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ અંગે આગામી 2 દિવસમાં સ્ક્રીનિંગ સમિતિની બેઠક મળશે. જેમાં 6 બેઠક પર 2 નામ અને 2 બેઠક માટે 3 નામ મોકલવામાં આવ્યાં છે.

કોંગ્રેસે 18 નામની યાદી સ્ક્રીનિંગ સમિતિને મોકલી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર 3 નવેમ્બરે પેટા-ચૂંટણી યોજાવવાની છે. રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસનાં 8 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં. જેને કારણે ફરીથી આ ખાલી બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે.

કોંગ્રેસે બેઠક પ્રમાણે મોકલેલા નામ

  • ગઢડા
  1. મોહન સોલંકી
  2. બીજે સોસા
  • અબડાસા
  1. વિસનજી પાંચાણી
  2. શાંતિલાલ સાંધાણી
  • મોરબી
  1. કિશોર ચિખલીયા
  2. જયંતી જેરાજ પટેલ
  • લીંમડી
  1. ચેતન ખાચર
  2. ભગીરથ સિંહ રાણા
  3. કલ્પના મકવાણા
  • ધારી
  1. સુરેશ કોટડીયા
  2. ડૉ.કિર્તી બોરીસાગર
  3. જેની ઠુમ્મર
  • ડાંગ
  1. ચંદર ગાવિત
  2. સૂર્યકાન્ત ગાવિત
  • કપરાડા
  1. બાબુ વર્થા
  2. હરીશ પટેલ

ધારી બેઠક પર જો ભાજપ મહિલા ઉમેદવાર પસંદ કરે તો કોંગ્રેસ જેની ઠુમ્મરને મેદાનમાં ઉતારી શકે છે, જ્યારે લીંમડી બેઠક પર ક્ષત્રિય વર્સીસ કોળીની રણનિતિ પર કોંગ્રેસની વિચારણા ચાલી રહી છે.

ભાજપ જો કિરીટસિંહ રાણાને મેદાને ઉતારશે, તો કોંગ્રેસ કોળી નેતા કલ્પના મકવાણાને ટીકિટ આપી શકે છે અને ભાજપ કોળી નેતાને ટીકીટ આપશે, તો કોંગ્રેસ ભગીરથ સિંહ અથવા ચેતન ખાચરની પસંદગી કરશે.

ઉલ્લેખનીય છે કે, અબડાસા, લીંબડી, કરજણ, ડાંગ, કપરાડા, મોરબી, ગઢડા અને ધારી બેઠકોમાં વિધાનસભાની પેટા-ચૂંટણી યોજાવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.