અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત 17માં વર્ષે પણ ગુજરાતના વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન(Gujarat Student Career Guidance) માટે બે પુસ્તકનું કોંગ્રેસના વિપક્ષ નેતા સુખરામ રાઠવા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા સહિતના નેતાની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: National Herald Case : કોંગ્રેસ દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, કારણ છે કંઇક આવું...
150થી વધુ કોર્સની માહિતી આ પુસ્તકમાં - કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા(Gujarat Congress spokesperson) ડૉ.મનીષ દોશી દ્વારા સંપાદિત ધોરણ 12 પછી શું? અને "કારકિર્દીના ઉંબરે"ના બે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ધોરણ 12 પછી અંદાજે 150થી વધુ કોર્સના વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી છે. આ પુસ્તક કુલ 138 પેજ સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.
પુસ્તક ઓનલાઈન વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે - આ પુસ્તક www.careerpath.info અને ગુજરાત કોંગ્રેસની વેબસાઇડ(Gujarat Congress website) પર ઉપલબ્ધ છે. આ સાથે સાથે રાજ્યના અંતરિયાળ બાળકો ત્યાં ઇન્ટરનેટ ઓછું જોવા મળે છે. ત્યાંના ગરીબ બાળકોને વોટ્સઅપ પર PDF મુકવામાં આવશે.
દરેક કોર્સની વિગતવાર માહિતી આપવામાં આવી છે - આ પુસ્તકમાં ધોરણ 12 પછી શું.? દરેક કોર્સની વિગતવાર માહિતી દર્શાવામાં આવી છે. જેમાં તમે કયો કોર્સ પસંદ કર્યો છે ?. તેમાં પ્રવેશ કેવી પ્રોસેસ શુ છે? તે આગળ અભ્યાસ કેવી રીતનો હોય છે? જેવી દરેક મેડીકલ, એન્જીનીયરીંગ સહિત તમામ કોર્સની સંપૂર્ણ વિગતો સાથે માહિતી આપવામા આવી છે.
આ પણ વાંચો: રાહુલના સમર્થનમાં કોંગ્રેસનું પ્રદર્શન, સ્મૃતિ ઈરાનીએ પૂછ્યા આવા સવાલો...
સરકારે 6 હજાર પ્રાથમિક શાળા બંધ કરી છે - પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર જણાવ્યું હતું કે, એક બાજુ ગુજરાતમાં વાલીઓ પોતાના બાળકને પેટે પાટા બાંધીને ભણાવે છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની માહિતી(Education information to students) આપવામાં આવે છે. બીજી બાજુ ગુજરાત સરકાર 6 હજાર જેટલી પ્રાથમિક શાળાઓ બંધ કરવા જઈ રહી છે. આ સાથે નવા સત્રની શરૂઆત થતાં જ 25 ટકા જેટલા પુસ્તકમાં ભાવ વધારો જોવા મળ્યો છે.