ETV Bharat / city

AMCની પ્રિમોન્સુન કામગીરી સામે કૉંગ્રેસનું 'નાટક'

અમદાવાદ શહેરમાં હજી પણ અનેક જગ્યાએ પ્રિમોન્સુનની કામગીરી (Pre Monsoon operations in Ahmedabad) ચાલુ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Congress protest at Ahmedabad Municipal Corporation Building) કૉંગ્રેસે અનેક જગ્યાએ બાકી પ્રિમોન્સુનની કામગીરીને લઈને વિરોધ કર્યો હતો.

AMCની પ્રિમોન્સુન કામગીરી સામે કૉંગ્રેસનું 'નાટક'
AMCની પ્રિમોન્સુન કામગીરી સામે કૉંગ્રેસનું 'નાટક'
author img

By

Published : Jun 20, 2022, 11:07 AM IST

અમદાવાદઃ ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શહેરમાં અનેક જગ્યા પર હજી પણ પ્રિમોન્સૂનની કામગીરી (Pre Monsoon operations in Ahmedabad) ચાલુ છે. જ્યારે અનેક જગ્યાએ બાકી પણ છે. તો હવે તેને લઈ વિપક્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિસરમાં વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ યમરાજ અને ચંદ્રગુપ્તનું પાત્ર ભજવી એક નાટક રજૂ કરીને આનો વિરોધ કર્યો હતો. સાથે જ વિપક્ષે મેયરના નામે સૂત્રોચ્ચાર કરી આવેદન અને પ્રતીકાત્મક રૂપે ટ્રક અને JCB તેમને ભેટ આપ્યા હતા.

BRTS રોડ ઉંચો કરવાથી ચાલીમાં પાણી ભરાઈ જાય છે

પ્રિમોન્સૂન કામગીરીના માત્ર વાયદા કરાય છે - વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે (AMC Leader of Opposition Shahzad Khan Pathan) જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી પ્રિમોન્સૂન કામગીરી લઈ (Pre Monsoon operations in Ahmedabad) મોટા મોટા વાયદા કરે છે. જ્યારે શહેરમાં એક ઈંચ વરસાદ આવે છે. ત્યારે અમદાવાદ શહેર સ્વિમિંગપૂલમાં રૂપાંતરિત થતું જોવા મળે છે. છેલ્લા 17 વર્ષથી હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરીને શહેરના વિવિધ માર્ગો પર સ્ટ્રોંગ વોટરની લાઈન નાખવામાં આવે છે.

કોંગ્રેસે મેયરને આપ્યું આવેદનપત્ર
કોંગ્રેસે મેયરને આપ્યું આવેદનપત્ર

આ પણ વાંચો- Mosquito Disease in Ahmedabad : ચોમાસામાં મચ્છરજન્ય રોગોનો નાશ કરવા કોર્પોરેશનનો નવતર પ્રયોગ

220 રસ્તા પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જશે - વિપક્ષના નેતાએ (AMC Leader of Opposition Shahzad Khan Pathan) વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના અધિકારીએ જ સ્વીકાર્યું હતું કે, આ વર્ષ શહેરના 220 રસ્તા એવા છે, જે પ્રથમ વરસાદે જ ધોવાઈ જશે. ત્યારે વિચારવું જોઈએ કે, આ વર્ષે વરસાદની સિઝનમાં શહેરની જનતાની હાલત શું થશે. તે કોર્પોરેશન અધિકારીના નિવેદનથી ખબર પડી જાય છે.

કોંગ્રેસે પ્રતીકાત્મકરૂપે ટ્રક અને JCB રાખી વિરોધ કર્યો

આ પણ વાંચો- AMC Standing Committee : કોર્પોરેશનના જીમ જતાં પહેલાં ધ્યાન રાખજો આ વાત

BRTS રોડ ઉંચો કરવાથી ચાલીમાં પાણી ભરાઈ જાય છે - પ્રિ મોન્સૂન કામગીરી (Pre Monsoon operations in Ahmedabad) અને કોર્પોરેશનના અણઘડ નિર્ણયો થકી જનતા ભારે મુશ્કેલી અનુભવી રહી છે. તેમાં ખાસ કરીને શહેરમાં BRTSના રોડ 2 ફૂટ જેટલા ઉંચા કરી દેવામાં આવતા જેતે રોડની બાજુમાં આવેલી ચાલીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા લોકોમાં ઉદ્ભવી શકે છે. જ્યારે ખારીકટ કેનાલ માટે અનેકવાર બજેટ ફાળવવામાં આવ્યા છે. તેમ છતાં તેનું નિરાકરણ પણ આવ્યું નથી.

પ્રિમોન્સૂન કામગીરીના માત્ર વાયદા કરાય છેઃ કોંગ્રેસ

કૉંગ્રેસના કોર્પોરેટર પર શહેરની ચિંતા જોવા મળતી નહતી - અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે (Ahmedabad City Mayor Kirit Parmar) જણાવ્યું હતું કે, શહેરમાં રોડરસ્તાના કામ પૂર્ણતા આરે છે. પાર્ટીના નિયમાનુસાર, માત્ર દેખાડો જ કરવામાં આવતો હતો. કૉંગ્રેસના એક પણ કોર્પોરેટર ચહેરા પર શહેરની ચિંતા કે ગંભીરતા દેખાતી નહતી. જે કામ બાકી હતા. તે કામો તાકીદે શરૂ કરવામાં આવ્યા છે, જે 20 જૂન પહેલા તમામ કામો પૂર્ણ કરી દેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.