અમદાવાદ ગોધરા સબજેલમાં કેદ બિલકિસ બાનુ કેસના 11 આરોપીઓને જેલ (Bilkis Bano case) મુક્ત કરાયા છે. બિલકિસ બાનુ કેસના 11 આરોપીઓને જેલ મુક્ત કરવા રાજ્ય સરકારે હુકમ કર્યો હતો. મહત્વનું છે કે આ આરોપીઓ પર દાહોદમાં સામૂહિક દુષ્કર્મ, હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. આ મામલે ગુનો નોંધાતા CBIની સ્પેશિયલ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે આરોપીઓએ 18 વર્ષની સજા કાપ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારને નિર્ણય લેવા આદેશ કર્યો હતો. જે બાદ રાજ્ય સરકારે આરોપીઓને જેલ મુક્ત કરવાનો આદેશ આપ્યો. તમામ 11 કેદીઓને મુક્ત કરવાનો હુકમ કરતા આજે તેઓને જેલ મુક્ત કરાયા છે.
શું હતી ઘટના 2002માં ગોધરાકાંડ વખતે અમદાવાદમાં 17 લોકોએ બિલકિસના પરિવાર પર હુમલો કર્યો હતો. ત્રણ માર્ચ 2002ના રોજ દાહોદ પાસે દેવગઢ-બારીયા ગામમાં ટોળાએ બિલકિસ બાનો અને તેમના પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન 7 લોકોની હત્યા કરી દેવાઈ હતી. જેમાં બિલકિસ પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરાયું ત્યારે બિલકિસને પાંચ મહિનાનો ગર્ભ હતો. આ મામલે 21 જાન્યુઆરી 2008માં મુંબઈ કોર્ટ 12 લોકોને હત્યા અને દુષ્કર્મના આરોપી જાહેર કર્યા હતા. ત્યારબાદ ટ્રાયલ કોર્ટે તમામ આરોપીને ઉમર કેદની સજા આપી હતી. જોકે તમામ આરોપીએ મુંબઈ હાઈકોર્ટમાં ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી. પરંતુ મુંબઈ હાઈકોર્ટે તમામ આરોપીની સજા યથાવત રાખી હતી.
ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ (Pawan Khera strike BJP) જણાવ્યું કે, આ દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય ન્યાયતંત્રએ નથી લીધો પરંતુ સરકારે લીધો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 3 મહિનામાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. નિર્ણય શું હોવો જોઈએ તેનો કોઈ ઉલ્લેખ નથી. 1992ની માફી માટેની પોલિસી વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. કારણ કે જે પોલિસીના આધારે દોષિતોને માફી અપાઈ એ તત્કાલીન મોદી સરકારે 8 મે, 2013ના રોજ નાબૂદ કરી હતી. સામૂહિક બળાત્કાર અને હત્યાના 11 દોષિતોને એવી પોલીસીને આધારે મુક્ત કરાયા જે છે જ નહિ.
આ પણ વાંચો જો PM MODI લોકશાહી બચાવવા માટે ગંભીર છે તો Ajay Mishra ને 24 કલાકમાં હટાવી દો: Congress
પવન ખેરાના આકરા પ્રહાર પવન ખેરાએ વધુમાં કહ્યું કે, જ્યારે આ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવી હતી. ત્યારે CRPCની કલમ 345 મુજબ દોષિતોને માફી અંગેનો નિર્ણય ફક્ત રાજ્ય સરકાર ન કરી શકે. વડાપ્રધાન અને ગૃહપ્રધાન પાસેથી જાણવા માંગુ છું કે શું જેલ મુક્તિ પહેલા તમારી પાસેથી પરવાનગી લેવામાં આવી હતી? જો નહીં તો આ ગેરકાયદેસર કૃત્ય કરવા બદલ ગુજરાતના મુખ્યપ્રધાન સામે તમે શું પગલાં લેશો? પવન ખેરાએ ગુજરાતના મુખ્યપ્રધાનને કહ્યું કે, ગુજરાતના મુખ્યપ્રધાન જણાવે કે જેલની સલાહકાર સમિતિના સભ્યો કોણ છે, જેમણે ભલામણ કરી? આ ભલામણ ક્યારે આવી? 8 મે, 2013ની નવી પોલીસીની જાણકારી સુપ્રીમ કોર્ટને આપવામાં આવી હતી? નિર્ભયા કેસમાં માંગ કરનારાઓ આજે કેમ ચૂપ છે, અન્ય વિરોધ પક્ષો કેમ ચૂપ છે?
આ પણ વાંચો વડોદરામાં Congress રાષ્ટ્રીય પ્રવક્તા Pavan Khera, BJP સરકારને આડે હાથ લઇ કર્યાં આક્ષેપો
વડાપ્રધાનની ટીકા પવન ખેરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે, એક તરફ તેઓ નારી શક્તિની પ્રશંસા કરી રહ્યા છે તો બીજી તરફ આ વાત થયાના કલાકોમાં દોષીઓને છોડી મૂકવામાં આવે છે. આ જ બીજેપીનો અસલી ચહેરો છે. દુષ્કર્મના દોષીઓ જેલમાંથી છૂટ્યા બાદ તેમનું સન્માન કરવામાં આવે છે. શું આ જ છે અમૃત મહોત્સવ? વડાપ્રધાન લાલ કિલ્લા પરથી જે કહ્યું હતું એ શું માત્ર શબ્દો હતા. કોંગ્રેસ પાર્ટી અને દેશ આ વાત જાણવા માગે છે. Bilkis Bano case Pawan Khera strike BJP Accused in Bilkis Bano case Bilkis Bano case remission 11 accused in Bilkis Bano case Bilkis Bano accused released from jail