- ગુજરાત કોંગ્રેસમાં પડ્યું ગાબડું
- નવા પ્રમુખ અને વિપક્ષના નેતા જોડાતાની સાથે પડ્યું ગાબડું
- કોંગ્રેસ નેતા સાગર રાયકા ભાજપમાં જોડાયા
અમદાવાદ: સાગર રાયકા ભાજપમાં જોડાવા (Sagar Raika joins BJP ) અંગે કોંગ્રેસના નવનિયુક પ્રમુખ (Gujarat congress new president) જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમારા માટે કમનસીબ ઘટના છે. કોંગ્રેસ જ્યારે પણ ઊંચી આવે ત્યારે ભાજપ કાવતરા કરે છે. કોંગ્રેસના તપતા સમયમાં સાગરભાઈને બધું જ આપ્યું છે. બીજેપી શા માટે કોંગ્રેસના નેતાઓને લઇ રહી છે તે પ્રજા પણ જાણે છે.
તેમને મન બનાવી દીધું તેમાં કોંગ્રેસ કઈ ન કરી શકે- પ્રમુખ
તેમને વધુમાં કહ્યું કે સાગર રાયકાને ખુબ માન સન્માન આપવામાં આવ્યું છે. મેં સાગર રાયકા (Congress leader Sagar Raika ) સાથે વાત કરી તેમને આમંત્રિત કર્યા હતા.. મારે અને સાગરભાઈને અંગત સંબંધો રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, તેઓ રાજસ્થાન હોવાથી નહીં આવી શકે, પરંતુ સાગરભાઈ જેવા વ્યક્તિ આવું પગલું ભરે તે જાણી આશ્ર્યર્ય થયું છે. મારા કે મોટા નેતા સાથેની સમસ્યાને કારણે કોઈ કોંગ્રેસ નહીં છોડે તો બીજી તરફ કોઈએ પાર્ટી છોડવાનું મન બનાવી જ દીધું હોય તો અમે શું કરી શકવાના છીએ.