અમદાવાદઃ કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ જણાવ્યું કે, વૈશ્વિક મહામારીમાં તમામ ધંધારોજગાર ઠ્પ થઇ ચૂકયાં છે. ત્યારે સામાન્ય અને મધ્યમવર્ગના લોકો પોતાના બાળકના ભવિષ્ય માટે થઈ તમામ ચિંતામાં છે. આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષે પ્રથમ દિવસથી જ સરકારને ફી માફી માટે થઈ રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એક સત્રની ફી માફ કરવામાં આવે. કારણ કે શાળાકોલેજો બંધ થઈ ગઈ છે. ત્યારે નવેમ્બર સુધી શાળા-કોલેજો ખુલે તેવી કોઈ શક્યતા જોવા મળી રહી નથી. તેવા સંજોગોમાં સરકાર દ્વારા એકત્ર માફી માટે થઈ રજૂઆત કરવામાં આવી હતી.
આ મુદ્દે થઈ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા સહિત આગેવાનો દ્વારા મહામહિમ રાજ્યપાલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લકી રજૂઆતો કરવામાં આવી હતી. શાળા કોલેજોને હાલના તબક્કે કોઇ વીજળીનો ખર્ચ નથી કે અન્ય કોઈ ખર્ચ નથી, તેવામાં પ્રથમ સત્રની ફી માફ કરવી ખૂબ જરૂરી છે. આવા સંજોગોમાં જ્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત ખૂબ જ કફોડી છે. ત્યારે સરકારે આ બાબતે વિચારવું જોઈએ એવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કમનસીબે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર અને ભ્રષ્ટ શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે.
ભાજપ સરકારે સંચાલકોની વકીલાત કરીને ગુજરાતના લાખો વાલીઓ સાથે છેતરપિંડી કરી છે. ત્યારે ETV Bharatના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે, જે સરકાર પહેલા 100 ટકા ફીમાંથી માટે વાત કરી રહી હતી, ત્યારે હાઇકોર્ટના લપડાક બાદ સરકાર હવે 25 ટકા માફીની વાત કરી રહી છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શિક્ષણનું વ્યાપારીકરણ સતત થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષની ફરી એક વખત માંગ છે કે, સરકાર સામાન્ય અને મધ્યમવર્ગના વાલીઓ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય તેવા સંજોગોમાં 25 ટકા ફી માફી યોગ્ય નિર્ણય નથી. એક સત્રની ફી માફી તેમનો હક અને અધિકાર છે જે સરકારે આપવો જોઇએ. ત્યારે આગામી દિવસોમાં તેમનો હક અને અધિકાર તેમને આપવામાં આવશે નહીં તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે.
તો બીજી તરફ વાલીમંડળોમાં પણ અસંતુષ્ટિ જોવા મળી રહી છે. કારણ કે, 25 ટકા ફી માફી લોલીપોપ હોવાનું તેમણે જણાવી રહ્યાં છે. જો કે, સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં કોઈપણ વાલીમંડળ રજિસ્ટર નથી.ત્યારે વાલી મંડળમાં પણ બે ભાગ પડી ગયાં હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે હવે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ અને વાલી મંડળ સરકાર સામે ફરી મોરચો માડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.