ETV Bharat / city

કોંગ્રેસ દ્વારા લીંબડી બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર - Subscription

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપે આઠેય બેઠકના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેના 5 ઉમેદવારના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, 3 બેઠક પર કોંગ્રેસમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી હતી. ત્યારે બુધવારે કોંગ્રેસ દ્વારા ડાંગ બેઠક માટે સૂર્યકાંત ગાવિતને અને કપરાડા બેઠક પર બાબુ વરઠાને ટિકિટ આપવામાં આવી છે. જે બાદ ગુરૂવારે લીંબડી બેઠક માટે કોંગ્રેસે ચેતન ખાચરના નામની જાહેરાત કરી હતી.

congress
congress
author img

By

Published : Oct 15, 2020, 11:45 PM IST

Updated : Oct 15, 2020, 11:57 PM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણી પૈકી લીંબડીની બેઠક પર ભાજપના કિરિટ સિંહ રાણા અને કોંગ્રેસના ચેતન ખાચર વચ્ચે જંગ જામશે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોડી સાંજે ચેતન ખાચરના નામ પર મંજૂરીની મ્હોર મારી હતી. આ અગાઉ ગુરુવારે ભાજપના મોરબીના ઉમેદવાર તરીકે બ્રિજેશ મેરજા અને લીંબડીમાં કિરિટ સિંહ રાણાએ ઉમેદવારી પત્ર ભરી દીધું હતું. આમ હવે ભાજપના તમામ 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે.

congress
કોંગ્રેસ હાઇકમાન્ડએ લીંબડી માટે ચેતન ખાચરના નામે મોડેથી મ્હોર મારી

લીંબડી બેઠક પર ઉમેદવારના નામ અંગે કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ખેંચતાણ જોવા મળી હતી. ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણીને આડે હવે માત્ર 17 દિવસ બાકી છે, ત્યારે લીંબડી અને મોરબીમાં બેઠક ફાળવણીને લઇ અસંતોષ ફેલાયો હતો. જેમાં કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાજપમાં જોડાઇ ગયા હતા. જ્યારે ભાજપના ચૂંટણી કાર્યાલયોના ઉદ્દઘાટનથી માંડીને પ્રચાર કાર્યો તેમ જ ખાટલા પરિષદો શરૂ કરીને ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે.

મોરબીના ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરઝાએ ગુરૂવારે 12:39 કલાકના વિજય મુર્હુતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે કેબિનેટ પ્રધાન તેમ જ મોરબી વિધાનસભાના ઇન્ચાર્જ સૈરભ પટેલ જોડાયા હતા. લીંબડીના ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણાએ પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જે દરમિયાન કોંગ્રેસમાં મોટું ભંગાણ જોવા મળ્યું હતું. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા તથા નગરપાલિકાના પ્રમુખ કેતન વિલપરાએ ગુરૂવારે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. લીંબડીમાં પણ સાયલા અને ચુડા ગામના સરપંચ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપરાંત વિસ્તારના કોળી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા હતા.

બીજી તરફ કૃષિ સુધારા અન્વયે જનજાગૃતિ માટે પ્રદેશ ભાજપ તરફથી રાજ્યભરમાં ખાટલા બેઠકો યોજાઇ હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી અમદાવાદ જિલ્લાની ખાટલા બેઠકોના સમાપન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રદિપસિંહ વાઘેલા, અમદાવાદ જિલ્લા પ્રમુખ આર. સી. પટેલ અને ધારાસભ્ય કનુભાઇ પટેલ ખાટલા બેઠકમાં હાજર રહ્યા હતા. અબડાસાના ઉમેદવાર પદ્યુમનસિંહ જાડેજાએ નખત્રાણા તાલુકા અને લખપત તાલુકાનો પ્રવાસ ખેડ્યો હતો. જેમાં ગામડાઓમાં ખુંદી વળીને જનસંપર્ક કાર્યક્રમો કર્યા હતા. કરજણ વિધાનસભા બેઠકના ભાજપના પેટા ચૂંટણીના ઉમેદવાર અક્ષય પટેલના સમર્થનમાં રાજ્ય સરકારના બચુભાઇ ખાબડે સાઘલી જિલ્લા પંચાયત વિસ્તારના વિવિધ ગામોમાં પ્રચાર કર્યો હતો. આ વખતે ભાજપના સ્થાનિક હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બચુભાઇએ કરજણ સીટ પર ભાજપની ભવ્ય જીત માટે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ધારી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જે. વી. કાકડિયા શુક્રવારે તા. 16 ઓક્ટોબરના રોજ નવા ચરખા, જૂના ચરખા, કથીરવદર, કેનાલપરા, ગરમલી ચરખા, પાણીયા દેવ, ઢોલરવ, પરબડી, દડીકા, ઝરપરા, મોરઝર, વગેરે વિસ્તારોની જનસંપર્ક મુલાકાતે જશે.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી માટે આમ તો આઠેય બેઠકો જીતવી જરૂરી છે. તેમાંય ધારીની બેઠક જીતવી અત્યંત મહત્વની બની ગઇ છે. ગુરૂવારે તેમને ધારીના કોંગ્રેસના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવા જતા હતા. જે દરમિયાન પરેશ ધાનાણી રસ્તામાં અમરેલી ખાતે ગાયને ઘાસચારો ખવડાવવા ઊભા રહી ગયા હતા અને પોતાના હાથે ગાયને ચારો ખવડાવીને પછી ઉદ્દઘાટન માટે પ્રસ્થાન કર્યું હતું.

વિધાનસભાની પેટા ચૂંટણીની 8 બેઠકના ઉમેદવારોની યાદી

કોંગ્રેસના ઉમેદવારોની યાદી

  • અબડાસા - ડૉક્ટર શાંતિલાલ મેઘજીભાઇ સંઘાણી
  • મોરબી - જયંતીલાલ જયરાજભાઇ પટેલ
  • ધારી - સુરેશ કોટડીયા
  • ગઢડા (SC બેઠક) - મોહનભાઇ સોલંકી
  • કરણજણ - કિરિટ સિંહ જાડેજા
  • કપરાડા - બાબુ વરઠા
  • ડાંગ - સૂર્યકાંત ગાવિત
  • લીંબડી - ચેતન ખાચર

ભાજપના ઉમેદવારોની યાદી

  • અબડાસા- પ્રદ્યુમનસિંહ જાડેજા
  • મોરબી- બ્રિજેશ મેરજા
  • ધારી- જે. વી. કાકડિયા
  • ગઢડા (SC બેઠક) - આત્મારામ પરમાર
  • કરજણ- અક્ષય પટેલ
  • ડાંગ- વિજય પટેલ
  • કપરાડા- જીતુ ચૌધરી
  • લીંબડી - કિરિટસિંહ રાણા

આ પણ વાંચો - ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી: ભાજપે ઉમેદવાર તરીકે વિજય પટેલનું નામ જાહેર કર્યું

11 ઓક્ટોબર - ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠક માટે આગામી દિવસોમાં યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ડાંગ બેઠક માટે વિજય પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વિજય પટેલ ભાજપ તરફથી છેલ્લી 4 ટર્મથી ઉમેદવારી કરતા આવ્યાં છે. જેમાં ફક્ત એકવાર તેમને જીત મળી છે.

આ પણ વાંચો - કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે જીતુ ચૌધરીનું નામ જાહેર

11 ઓક્ટોબર - કોંગ્રેસમાંથી રાજીમાનું આપીને ભાજપમાં આવેલા જીતુ ચૌધરીને ભાજપે કપરાડા બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી માટે

Last Updated : Oct 15, 2020, 11:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.