અમદાવાદ : વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં શૈક્ષણિક ક્ષેત્ર ખુબ ચર્ચામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ (Congress Attacks BJP) સરકાર પર પ્રહાર કર્યા હતા. ગુજરાતની 5 જેટલી યુનિવર્સિટીમાં 11 માસના કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનો નિર્ણયથી ગુજરાતના યુવાનો (Educational Sector in Gujarat) બેકારી વધુ પ્રમાણમાં જોવા મળે છે. સરકારી નોકરી આપવાના બદલે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી આપી રહી છે. ભાજપ સરકાર મોટાભાગની સરકારી નોકરીને કોન્ટ્રાકટ પર કરીને ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી સાથે અન્યાય કરી રહી છે.
આ પણ વાંચો : લો બોલો, વિરોધ કરવા આવેલા નેતાજીને તો યોજનાનું પૂરું નામ પણ નથી ખબર...
યુનિવર્સિટીમાં ભરતી કરવામાં નથી આવતી - મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રાથમિક શાળામાં (Primary School Recruitment) તો શિક્ષકોની ઘટ છે. પણ સાથે સાથે રાજ્યની કોલેજોમાં પણ છેલ્લા 15 વર્ષથી કાયમી ભરતીના બદલે કરાર પર ભરતી કરવામાં આવી રહી છે. વીર નર્મદ યુનિવર્સિટીએ 300 જેટલી જગ્યા કરાર માર્ચમાં કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આસિસ્ટન્ટ પ્રોફેસરની 64 ભરતી કરી હતી. ડો, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી વિવિધ 27 જેટલા વિષયોના પ્રોફેસર કરાર આધારિત કરવામાં આવી રહ્યું છે. ટીચર્સ યુનિવર્સિટીમાં 36 જગ્યા પર કરાર ભરતી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : પાર્ટી છોડનારા નેતાઓ અંગે કૉંગ્રેસ પ્રભારીએ કંઈક આ રીતે માર્યો ટોણો
પાસ યુવાનો સાથે ન્યાય - મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના યુવાનો વર્ષોની મહેનત કરી લાખો રુપિયા ફી ભરીને PHD અને M.PHIL જેવી પરીક્ષા ભારે મહેનત કરીને પાસ થાય છે. પરંતુ ભાજપ સરકારની કરાર પર ભરતી કરીને રાજ્યના યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ખસેડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી શિક્ષણ ક્ષેત્ર વધુ ચર્ચામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ભણતર હોય કે, શાળામાં શિક્ષકની ભરતી હોય ચૂંટણી નજીક આવતાની સાથે મુદ્દા (Manish Doshi Attack on BJP) પર રાજનેતાઓને ગળે વળગ્યા છે.