અમદાવાદ : કોંગ્રેસ દ્વારા પોસ્ટલ સેવાને લઈને સરકાર પર (Congress Attacked BJP) પ્રહાર કર્યા છે. દેશની સૌથી મોટી પોસ્ટલ સેવા છેલ્લા 8 વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની સબ પોસ્ટ ઓફિસ બંધ (Post Office Closure) કરતા દેશના ઘણા ગામડામાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે, પોસ્ટ ઓફિસ બંધ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો : શ્રીલંકામાં ફસાયેલા ઝારખંડના કામદારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સરકારને કરી આ અપીલ
કેન્દ્ર સરકાર પાસે કોંગ્રેસે જવાબ માંગ્યો - ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જેમ શાળા મર્જ કરી રહી છે. તે જ રીતે હવે દેશની સૌથી મોટી પોસ્ટ સેવા મર્જ કરવાના બહાને કેમ બંધ (Taking Congress Post Office) કરવામાં આવી રહી છે? શુ ખાનગી કુરિયર સેવાને પ્રોત્સાહન આપવા માટે બંધ કરવામાં આવી રહ્યા છે. જેવા પ્રશ્નોના જવાબ માગ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 250થી વધુ સબ પોસ્ટ ઓફિસ બંધ (Sub Post Office Closed) કરવામાં આવી રહી છે. પોસ્ટ ઓફિસ મર્જ કરવાના બહાને બંધ કરતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને નજીકની પોસ્ટ ઓફિસ બંધ થતાં (Post Service in India) મહિલાઓ સરકારી યોજનાનો લાભથી વંચિત રહી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Post office workers strike: પાટણ પોસ્ટ કર્મચારીઓ પડતર માગણીઓને લઈને બે દિવસ હડતાળ પર
કેન્દ્ર સરકાર પાસે કોંગ્રેસની માંગ - પોસ્ટ ઓફિસમાં પડી સમસ્યા લઈ કોંગ્રેસે (Demand from Congress Government) માંગો કરી હતી કે, ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સ્પીડ વધારવી, ખાનગી કુરિયર સેવા પ્રોત્સાહન આપવામાં આવે છે તે અટકાવવું. પોસ્ટના કર્મચારીને ભથ્થું જે 18 મહિનાથી અટકાવામાં આવ્યું છે તે તાત્કાલિક ચુકવવામાં આવે. કોરોનાના કારણે પોસ્ટના મૃત કર્મચારીને દસ લાખનું વળતર (Post Service in Villages) આપવામાં આવે જેવી વિવિધ માંગણી કોંગેસ દ્વારા કરવામાં આવી હતી.