અમદાવાદઃ નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે કોરોનાના વધતાં સંક્રમણને પગલે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ નવરાત્રી તો રદ કરી દીધી છે. એટલું જ નહીં, અગાઉ રાજ્ય સરકારે નવરાત્રિને મંજૂરી નહીં આપવા મન બનાવ્યું હતું. પણ રાજ્ય સરકારે અચાનક જ યુ-ટર્ન લીધો છે. નવરાત્રીને લઈને ડે. સીએમ નીતિન પટેલે આપેલા નિવેદન બાદ ફરી ખેલૈયાઓ માટે આશાનું કિરણ જાગ્યું છે. ખેલૈયાઓ માટે આનંદના સમાચાર એછે કે, શેરી ગરબાને રાજ્યસરકાર છૂટ આપે તેવી શક્યતા છે.
![દરેક નવરાત્રિ પોતાની એક ફૅશન લઈને આવે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9073940_navratri_b_7207084.jpg)
અનલોક-5ની ગાઇડલાઇન આધારે સરકાર શેરી ગરબાને લઇને છુટછાટ આપવા મુદ્દે વિચારણા કરી રહી છે. દરેક નવરાત્રિ પોતાની એક ફૅશન લઈને આવે છે. જોકે આ વર્ષની નવરાત્રીમાં ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે ગણતરીના લોકો સાથે જ ગરબા કરવામાં આવશે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીની ફેશન આવી ગઈ છે જેમાં આ વર્ષે હેન્ડ વર્ક કરેલા માસ્ક અને જેકેટ્સ ટ્રેન્ડમાં રહેશે.
![બહારના દેશમાં પણ ખેલૈયાઓમાં ઉત્સાહ બરકરાર જ છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9073940_navratri_c_7207084.jpg)
![હેન્ડ વર્ક કરેલા માસ્ક અને જેકેટ્સ ટ્રેન્ડમાં રહેશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9073940_navratri_7207084.jpg)
બ્યુટીક સંચાલકોની વાત કરીએ તો અલગ અલગ ડિઝાઇનના કપડાં દર વર્ષે તૈયાર થતા હોય છે. નવરાત્રિના દસ દિવસ સુધી તેઓ અલગ અલગ ડિઝાઇનના કપડા તૈયાર કરી ખૈલેયાઓ સુધી પહોંચાડતાં હોય છે. આ વર્ષે પણ ગુજરાત સહિત મુંબઈ દિલ્હી જેવા મેટ્રો સિટીમાંથી પણ ચણિયાચોળી માટેના ઓર્ડર આવી રહ્યા છે. એટલે કે જ્યાં પણ ખેલૈયાઓ છે તેમનો ઉત્સાહ ઓછો થયો નથી અને તે લોકો હાલ પણ નવરાત્રિના કપડાની ખરીદી કરી રહ્યાં છે.
![આ વર્ષે પણ નવરાત્રીની ફેશન આવી ગઈ છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9073940_navratri_a_7207084.jpg)