ETV Bharat / city

ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓને એડમિશનની મૂંજવણ - Standard 10 and 12 students

કોરોનાની બીજી લહેરને(The second wave of the corona) કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન(Mass promotion) આપવામાં આવ્યુ હતું. હાલમાં 10 અને 12 પછી એન્જીનિયર અને ડિપ્લોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મેરીટ ઉંચુ જઈ શકે છે.

author img

By

Published : Jul 10, 2021, 8:53 AM IST

  • વિદ્યાર્થીઓનું એડમિશનન મેળવવાનુ ગણિત ખોટુ પડી શકે છે
  • મેરીટ ઉંચુ જવાની શક્યતાઓ
  • બેઠકોમાં કરવામાં આવ્યો વધારો

અમદાવાદ :કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ માસ પ્રમોસનને લઈને વિદ્યાર્થીઓ મૂંઝાયા છે. જે વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે તેઓ તે આશાએ બેઠા છે કે આ વર્ષે એડમિશન આસાનીથી મળી જશે પણ વિદ્યાર્થીઓનું ગણિત ખોટું પડી શકે છે. માસ પ્રમોસનને કારણે મેરીટ ઉંચુ જઈ શકે છે.

વિદેશ નહીં જઈ શકે વિદ્યાર્થી

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ હાલમાં મૂશ્કેલીમાં મૂકાયા છે. માસ પ્રમોશનના કારણે ડિપ્લોમા અને એન્જિનિયરિંગમાં એડમિશન માટેનું મેરીટ ઉચું જઈ શકે છે અને એવામાં ધોરણ 12 પછી વિદેશ જતા વિધાર્થીઓ આ વર્ષે વિદેશ નહી જઈ શકે જેના કારણે ગુજરાતમાં વિધાર્થીઓ વધશે અને તેની સામે સીટ ઓછી હોવાના કારણે મેરીટ ઉંચું જઈ શકે છે.

ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓને એડમિશનની મૂંજવણ

આ પણ વાંચો : ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન માટે દેખાવો કરતા પોલીસે વિદ્યાર્થીઓની કરી અટકાયત

10 ટકા વિદ્યાર્થીમાં વધારો

માસ પ્રમોશનના કારણે અને કોરોના મહામારીના કારણે આ વર્ષે વિદ્યાર્થીઓ વિદેશ નહીં જઈ શકે, જેના કારણે વર્ષે કરતા આ વર્ષે 10 ટકા વિધાર્થીઓનો વધારો થશે. જેના કારણે મેરીટ ઉચું જશે તેવી શક્યતા છે. આ વર્ષે એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર,આઇ.ટી.કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ,ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીના એડમિશનમાં વધારો થશે. જ્યાંરે ડિપ્લોમામાં પણ કોમ્યુટર ,આઇ.ટી.અને મિકેનિકલ ઓટો મોબાઇલમાં એડમિશનમાં વધારો થશે. આ વર્ષનું ડિપ્લોમા અને એન્જિનિયરિંગનુ મેરીટ દર વર્ષે કરતા આ વર્ષે 5 ટકા વધુ હશે.

મેરીટ ઉંચુ જશે

શિક્ષણવીદ ડૉ. રૂપેશ વાસાણીએ જણાવ્યું હતું કે માસ પ્રમોસનને કારણે ડિપ્લોમા અને એન્જિનિયરિંગ માટેનું મેરીટ ઉંચુ જશે. આ ઉપરાંત વિદેશ જતા વિદ્યાર્થીઓ વિદેશ જઇ નહિ શકે, જેના કારણે ગુજરાતમાં વિદ્યાર્થીઓ વધશે. દર વર્ષ કરતા એડમિશનમાં 10 ટકા વિદ્યાર્થીઓ વધશે. જ્યારે એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર, આઈ.ટી.કોમ્પ્યુટર સાંયન્સ એન્જિનિયર ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીના એડમિશન વધી શકે છે. અને ડિપ્લોમા મિકેનિકલ ઓટો મોબાઈલમાં એડમિશન વધી શકે છે. ત્યારે આ વર્ષનું ડિપ્લોમા અને એન્જિનિયરિંગનું મેરીટ 5 ટકા વધુ હશે.

આ પણ વાંચો : સુરતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion of Standart 10th and 12th)ની ફોર્મ્યુલાને શિક્ષકોએ યોગ્ય ગણાવી

બેઠકોમાં વધારો

ACPCના ચેરમેન રાજુલ ગજ્જરે જણાવ્યું કે આ વર્ષે બેઠકો વધારવામાં આવી છે, જેથી કોઈ વિદ્યાર્થીને એડમિશન મેળવવામાં આસાની રહે. આ વર્ષે 120 જેટલી કોલેજોમાં 70 હજાર બેઠકો રાખવામાં આવી છે ગયા વર્ષે કુલ 64 હજાર જેટલી બેઠકોમાંથી 32 હજાર જેટલી બેઠકો ભરાઈ હતી. તેમને જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં વિદ્યાર્થીઓ વધશે અને મેરીટ થોડું ઉંચુ જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.