ETV Bharat / city

નોટબંધીને 4 વર્ષ પૂર્ણ, કોંગ્રેસે 8 નવેમ્બર વિશ્વાસઘાત દિવસ તરીકે મનાવ્યો - અમિત ચાવડા

નોટબંધીને 4 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી જાહેર કરી હતી. જો કે, કોંગ્રેસ 8 નવેમ્બરને વિશ્વાસઘાત દિવસ તરીકે મનાવ્યો હતો.

ETV BHARAT
કોંગ્રેસે 8 નવેમ્બર વિશ્વાસઘાત દિવસ તરીકે મનાવ્યો
author img

By

Published : Nov 9, 2020, 2:31 AM IST

  • અમિત ચાવડાએ યોજી પત્રકાર પરિષદ
  • કેન્દ્ર પર કર્યો પ્રહાર
  • નોટબંધીથી દેશને નુકસાન થયું
  • કોંગ્રેસે નોટબંધીને તઘલખી નિર્ણય ગણાવ્યો

અમદાવાદઃ નોટબંધીને 4 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી જાહેર કરી હતી. આ અંગે 8 નવેમ્બરે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ સંબોધતા મોદીના નોટબંધીના નિર્ણયને તઘલખી ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, “આ નોટબંધીને કારણે દેશવાસીઓને નુકસાન જ થયું છે. જે વિશ્વાસ લોકોને આપ્યો હતો એનો વિશ્વાસઘાત કરાયો છે. કાળું નાણું પકડાશે એવું કહ્યું પરંતુ માર્કેટમાં 15.44 લાખ કરોડ રૂપિયાની કરન્સી હતી. જેમાંથી 15.28 લાખ કરોડ રૂપિયા બેન્કોમાં જમા થઇ ચુકી હતી. કાળુંનાણું તો નાબૂદ ના થયું પણ જેના પાસે કાળા નાણાં હતા એ સફેદ થયાં હતાં. આ ઉપરાંત નકલી નોટો ખતમ થશે તેવી દલીલ કરવામાં આવતી હતી, પરંતુ આજે નકલી નોટો લાખોની સંખ્યામાં મળી રહી છે.

કોંગ્રેસે 8 નવેમ્બર વિશ્વાસઘાત દિવસ તરીકે મનાવ્યો

બેરોજગારીનો દર 45 વર્ષની સૌથી ઊંચી સપાટીએ

તેમણે જણાવ્યું કે, જીડીપી ડાઉન થયું અને બેરોજગારીનો દર 45 વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે. આતંકવાદ નાબૂદ થશે એવો વાયદો કરાયો પરંતુ એ પછી પણ પુલવામાં અને અન્ય હુમલાઓ થયા હતા. 500 અને 1,000ની નોટો નાબૂદ કરીને 2000ની નોટ બજારમાં લાવ્યા અને ભ્રષ્ટાચાર વધ્યો છે. 95 ટકા જનતા જે પ્રામાણિક રીતે ટેક્સ ભરે એમને તમે લાઈનમાં ઉભા રાખ્યા અને હેરાન કર્યા, કેટલાકના મોત થયાં. સુરતમાં પી.વી.એસ.શર્માએ પણ કહ્યું કે સૌથી મોટું કૌભાંડ આ નોટબંધીનું છે. એ.ડી.સી. અને અન્ય બેન્કોમાં રાતોરાત મોટી સંખ્યામાં સુનિયોજિત રીતે ઓર્ગેનાઇઝ સ્કેમ હતું. આ નિર્ણયની સાથે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી હેરાન પરેસાન છે.

દેશની માફી માંગો મોદીઃ કોંગ્રેસ

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ કહ્યું હતું કે, આ લીગલાઈઝ બ્લન્ડર છે. અમારે ફાંસી તો નથી આપવી પણ જવાબદાર એવા તમે મોદી દેશની માફી માંગો. 50 દિવસના વાયદાઓ કર્યા એમાંથી કઇ થયું નથી, મોદીજીએ કહ્યું હતું કે, મને 4 રસ્તા પર ફાંસી આપજો. PM મોદીના ખોટા નિર્ણયને કારણે આજે સ્થિતિ ખરાબ થઈ છે.

કોંગ્રેસના ગુજરાત સંગઠન પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં બેઠકનું આયોજન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ થવાની છે. સમયસર ચૂંટણી ન થઈને કોરોના કાળમાં ચૂંટણી ઠેલાઈ છે. જેથી રાજીવ સાતવની આગેવાનીમાં જિલ્લાઓ પ્રમાણે બેઠકોનો દોર શરૂ થયો છે. જે અંતર્ગત મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, આણંદ અને ખેડાની બેઠકો માટે રવિવારે બેઠકનું આયોજન કરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.