- જાસપુરમાં વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના ઉમિયા મંદિરનું (World's tallest Umiya Mata Temple) નિર્માણ કાર્ય શરૂ
- મંદિરના નિર્માણ કાર્યના પ્રારંભ સમયે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) રહ્યા ઉપસ્થિત
- મુખ્યપ્રધાનની (CM) સાથે અન્ય રાજકીય અગ્રણીઓ (Political leaders) પણ રહ્યા ઉપસ્થિત
અમદાવાદઃ શહેરના જાસપુરમાં 1,000 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટનું ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ પામશે. ત્યારે સોમવારથી આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Former Chief Minister Vijay Rupani), પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Former Deputy Chief Minister Nitin Patel) સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિજય રૂપાણીએ શું કહ્યું?
ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (The world's tallest statue) છે. સૌથી મોટું સ્ટેડિયમ (The largest stadium) છે. સૌથી મોટો રિન્યુઅલ એનર્જી પાર્ક (Largest Renewable Energy Park) કચ્છમાં આકાર લઈ રહ્યો છે. હવે ઉમિયાધામના નિર્માણની સાથે સૌથી ઊંચું મંદિર પણ બનશે.
મુખ્યપ્રધાનના વેવાઈએ આપ્યું દાન
આ ભવ્ય મંદિર નિર્માણના પ્રસંગમાં પાટીદારોએ દાનનો અવિરત પ્રવાહ વહાવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ ઉમિયાધામના ટ્રસ્ટી અને દાતા (Trustee and donor of Umiyadham) છે. મુખ્યપ્રધાનના વેવાઈએ ઉમિયાધામના (Umiyadham) નિર્માણમાં 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉમિયાધામ કેમ્પસનું કર્યું ભૂમિપૂજન, સોમપૂરા પથ્થરોથી બનાવાશે મંદિર
પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ઉમિયાધામના ટ્રસ્ટી એવા નીતિન પટેલે (Former Deputy Chief Minister Nitin Patel) જણાવ્યું હતું કે, જાસપુરની જમીન મેળવવા ટ્રસ્ટીઓએ ઘણી મહેનત કરી છે. આ પરિસરના નિર્માણ માટે ટ્રસ્ટીઓ અમેરિકા જઈને પણ સમાજ પાસેથી દાન લઈ આવ્યા છે. જે જમીનનો એક સમયે વિઘે ભાવ 25-50 હજાર હતો, તે ભાજપની સરકારમાં વિકાસ કાર્યોને લઈને લાખોના ભાવે બોલાઈ રહી છે. આ મંદિર નજીક ફોરલેન હાઈ-વેનું (Forlane Highway) નિર્માણ થઇ રહ્યું છે. જેટલા લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) જોવા આવશે, તેટલા લોકો આ મંદિર જોવા પણ આવશે. નીતિન પટેલે મુખ્યપ્રધાનને ટૂરિઝમ સ્પોટમાં (Tourism spot) મંદિરનો સમાવેશ કરવાની પણ માગ કરી હતી.
ભાજપના અગ્રણી રજની પટેલે 25 લાખ રૂપિયાનું દાન આપ્યું
ભાજપના હોદ્દેદાર રજની પટેલે પણ ઉમિયાધામના નિર્માણમાં (Umiyadham) 25 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.
આ પણ વાંચો- The tallest temple in the world : વિશ્વ ઉમિયાધામના મંદિર નિર્માણનું કાર્ય શરૂ
31,000 દિવડાનો દીપોત્સવ
મંદિર નિર્માણ પ્રસંગે 31 હજાર દીવડા પ્રગટાવીને દિવાડાઓનું મંદિર બનાવવામાં આવ્યું હતું.
અન્ય કોણ-કોણ-ઉપસ્થિત રહ્યું?
વિશ્વ ઉમિયાધામ જાસપુર (World Umiyadham Jaspur) ખાતે મંદિર નિર્માણના પ્રારંભ પ્રસંગે શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણી (Education Minister Jitu Waghani), સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન પ્રદીપ પરમાર (Minister for Social Justice and Empowerment Pradeep Parmar), આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ (Health Minister Hrishikesh Patel), પૂર્વ રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Former State Home Minister Pradipsinh Jadeja), સૌરભ પટેલ (Saurabh Patel), ઉમિયાધામ પ્રમુખ આર.પી.પટેલ (Umiyadham President RP Patel), સરદારધામના અગ્રણી ગગજી સુતરીયા (Leading Gagji Sutaria of Sardardham), અમદાવાદના સાંસદ હસમુખ પટેલ (Ahmedabad MP Hasmukh Patel), બ્રિજેશ મેરજા (Brijesh Merja) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.