- અમદાવાદ જિલ્લા કલેક્ટરે કોરોનાની ત્રીજી લહેર અટકાવવા પ્રતિબદ્ધ
- સુપર સ્પ્રેડર્સને ફરજીયાત લેવી પડશે રસી
- 10 દિવસની અંદર કરાવેલા RT-PCR રિપોર્ટ રાખવો પડશે
અમદાવાદઃ કલેક્ટરે અમદાવાદ જિલ્લાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અમદાવાદ જિલ્લામાં તમામ સુપર સ્પ્રેડર્સનું રસીકરણ આવશ્યક કરવામાં આવ્યું છે. જો કોઈ સંબંધિત વ્યક્તિએ રસી ન લીધી હોય, તો તેને સક્ષમ અધિકારીને RT-PCRનો રિપોર્ટ બતાવવો પડશે. જે દસ દિવસની અંદર કરાવેલો હોવો જોઇશે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં 19 પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લા કલેક્ટરનું જાહેરનામું
કોને લાગુ પડશે નિયમો?
અમદાવાદ જિલ્લાના દુકાનદારો, ફેરિયાઓ, લારી ગલ્લાવાળા ,રિક્ષા-ટેક્ષીચાલકો, ચાની કીટલી, હેર કટિંગ સલૂન, બ્યુટીપાર્લર, હોટેલ-રેસ્ટોરન્ટ, ખાનગી સિક્યુરિટી ગાર્ડ, શોપિંગ કોમ્પ્લેક્ષના વેપારી અને છૂટક મજૂરી મેળવતા કામદારોએ ફરજીયાત રસી લેવી પડશે. જો રસી નહિ લીધી હોય અને RT-PCRનો રિપોર્ટ પણ નહીં હોય તો તેની સામે એપેડમિક ડીસીઝ એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. જો કે, રસી લીધેલી વ્યક્તિઓને આ જાહેરનામું લાગુ પડશે નહીં.
આ પણ વાંચોઃ પોરબંદરમાં રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી પાન અને ચાની દુકાન-લારી બંધ રાખવા કલેક્ટરનો આદેશ
કેટલી છે જાહેરનામની અવધિ ?
જાહેરનામું બહાર પાડવાનું કારણ કોરોના સંક્રમણ ફેલાય નહીં તે મુજબનું છે. આ જાહેરનામું 12જૂનથી 11 જુલાઈ એમ એક મહિના સુધી લાગુ પડશે. આ જાહેરનામાં અંતર્ગત પોલીસ તેમજ નગરપાલિકાના સક્ષમ અધિકારીઓને કાર્યવાહી કરવા માટે સત્તા આપવામાં આવી છે.