ETV Bharat / city

મુખ્યપ્રધાન રૂપાણીએ અમદાવાદ માટેના રૂપિયા 585 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ - વિકાસના કાર્યો

એક તરફ કોરોના કાળમાં તમામ ક્ષેત્ર થંભી ગયા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25 ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે જેનું મુખ્યપ્રધાન વિજયરૂપાણી દ્વારા આ વિકાસના કાર્યોનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ માટેના રૂપિયા 585 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

author img

By

Published : May 28, 2021, 5:23 PM IST

  • અમદાવાદ મહાનગરપાલિકાના રૂ. 585 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
  • મુખ્યપ્રધાને ડેવલપમેન્ટના 25 કાર્યોનું કર્યું ઇ-લોકાપર્ણ
  • ડફનાળાથી ઇન્દિરાબ્રીજ સુધી બનશે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ

ગાંધીનગર: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-2ના પ્રથમ તબક્કાના ડફનાળાથી સદર બજાર સુધીના કામનું ઇ-ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે પીએમ મોદીના આ ડ્રિમ પ્રોજેકટમાં શહેરી વિકાસની આગવી પ્રતિકૃતિ સમાયેલી છે.

રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઈઝ 2
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ ફેઇઝ-રનો ડફનાળાથી ઇન્દિરાબ્રીજ સુધીનો આ સંપૂર્ણ પ્રોજેકટ નદીની બેય તરફ મળીને કુલ 11 કિ.મી.માં રૂ. 850 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામવાનો છે. આ બીજા ફેઇઝના પ્રથમ તબક્કામાં ડફનાળાથી સદર બજાર સુધીના રૂ. 95 કરોડના કામોનું ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતું.

અમદાવાદના 25 કામનું ખાતમુહૂર્ત
સીએમ રૂપાણીએ આ સાથે અમદાવાદ મહાનગરપાલિકાના કુલ રૂ. 585 કરોડના વિવિધ 25 વિકાસ કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન કર્યા હતા. રૂ. 248 કરોડના ખર્ચે બ્રિજ, ઈલેક્ટ્રિક બસ, વૉટર પ્રોજેક્ટ, ગાર્ડન પ્રોજેક્ટ, અર્બન હેલ્થ સેન્ટર, સબ-ઝોનલ ઑફિસ, આંગણવાડીનું નવિનીકરણના કામનું ઈ-લોકાર્પણ તેમજ રૂ. 337 કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રીજ પ્રોજેક્ટ, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઝ-2, સ્પોર્ટસ સંકુલ અને વ્યાયામ શાળાનું ખાતમુહર્ત પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: કોરોના કાળમાં રાજ્યમાં 37 ટકા વિદેશી રોકાણ આવ્યું : મુખ્યપ્રધાન રૂપાણી

કોરોનામાં અમદાવાદે વિકાસની ગતિ જાળવી
સીએમ રૂપાણીએ અમદાવાદ મહાનગરપાલિકાને કોરોનાકાળમાં પણ આ વિકાસ કામની ઝડપ જાળવી રાખવા માટે અભિનંદન આપતાં કહ્યું કે અમદાવાદ મહાનગરપાલિકા દેશની શ્રેષ્ઠ નગરપાલિકાઓમાં સ્થાન ધરાવતી મહાનગરપાલિકા છે. મહાનગરની શ્રેષ્ઠતાને છાજે તેવા વિકાસ કામો એક પછી એક હાથ ધરીને અમદાવાદના નગરજનો માટે હેપીનેસ ઇન્ડેક્સ અને ઇઝ ઑફ લિવિંગમાં વધારો કરી અમદાવાદને લિવેબલ નગર મહાપાલિકાએ બનાવ્યું છે એમ તેમણે મહાપાલિકાની નવનિયુકત ટીમને અભિનંદન આપ્યા હતા.

સાબરમતી રિવરફ્રન્ટ દુનિયામાં જોવા લાયક સ્થળ
સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ દેશ અને દુનિયાના લોકો માટે જોવાલાયક સ્થળ બન્યો છે ત્યારે હવે તેનો બીજો તબક્કો પણ એટલો જ ઉત્કૃષ્ટ, પર્યાવરણપ્રિય બનશે. આ પ્રોજેકટની વિશેષતા એ છે કે સમગ્ર અમદાવાદ શહેરની મધ્યમાંથી 35 કિ.મી. લાંબો આ રિવરફ્રન્ટ નગરની શોભા બન્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના આ ફેઇઝ-2ના પ્રથમ તબક્કા માટે 1.30 લાખ ચોરસ મીટર જમીન અમદાવાદમાં આર્મી-ડિફેન્સ કોન્ટનમેન્ટ બોર્ડે આપી છે તે માટે ભારત સરકાર, રક્ષામંત્રાલય, સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને અમદાવાદના આર્મી કેન્ટોમેન્ટ બોર્ડનો આભાર વ્યકત કર્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ફેઇઝ-2ના પ્રથમ તબક્કાના કામની વિશેષતા એ છે કે, આ ફેઇઝ-2 ગ્રીન પ્રોજેકટ બનશે એટલે કે તેમાં હાલના સાબરમતી રિવરફ્રન્ટ કરતા વધુ હરિયાળી હશે. એટલું જ નહીં, નાગરિકો-લોકોને રોડ પરથી જ નદી અને ગ્રીનરી દેખાઇ શકે તે રીતનું બાંધકામ થશે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાનની સ્પીચનો અશોભનીય વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવા અંગે યુવાનની ધરપકડ

અમદાવાદ શહેર માટે ઇમર્જન્સી માટે પાણીનો સંગ્રહ
રિવરફ્રન્ટ ફેઇઝ-2 માટે નદીમાં પાણી ભરેલું રહે તે ખૂબ જ આવશ્યક હોઇ બેરેજ કમ બ્રીજનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આકસ્મિક સંજોગોમાં તથા નર્મદા કેનાલના મેઇન્ટેનન્સ દરમ્યાન 10 થી 15 દિવસ સુધી અમદાવાદ શહેર માટે પાણીનો સંગ્રહ આ બેરેજમાં કરી શકાશે. એટલું જ નહીં બેરેજ કમ બ્રીજ બનવાના કારણે શહેરના સાબરમતી, ચાંદખેડા, મોટેરા જેવા વિસ્તારોને હાંસોલ વિસ્તાર તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળશે જેથી ટ્રાફિક સમસ્યા ઘણી જ હળવી બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.