અમદાવાદ રાજ્યમાં કોરોનાના કારણે (Covid Cases in Gujarat) આખરે 2 વર્ષ પછી આ વખતે મોટા પાયે નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ સરકારે 2 વર્ષ પછી નવરાત્રિ મહોત્સવનું આયોજન (navratri festival at gmdc ground) કર્યું છે. તો સોમવારે પહેલા નોરતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે માતાજીની આરતી ઉતારી આ મહોત્સવને ખૂલ્લો મૂક્યો હતો. પહેલા દિવસથી જ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (Gujarat Tourism Corporation Limited) દ્વારા યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં આદ્યશક્તિની થીમ પર ગરબા કરવામાં આવ્યા હતા.
વિશ્વમાં ગરબાની આગવી ઓળખ આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (cm bhupendra patel) જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉત્સવની જે પરંપરા છે. તેને જન ઉત્સવ બનાવી વિશ્વમાં આગવી ઓળખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઊભી કરી છે. ગરબાને ગ્લોબલ ઓળખ આપવા વાઈબ્રન્ટ નવરાત્રિનું (vibrant navratri) તેમણે જે આયોજન કરાવ્યું તે હવે ગુજરાતની એક વિશેષતા બની ગઈ છે.
વિવિધ સ્ટોલ ઊભા કરાયા આ ગ્રાઉન્ડ (navratri festival at gmdc ground) પર ખેલૈયાઓને ગરબા રમવાની સાથે થીમ પેવેલિયન, ક્રાફ્ટ બીજા નોરતેથી ગ્રાઉન્ડ બજાર, આનંદ નગરી, બાળનગરી, ફૂડ સ્ટોલ પણ જોવા મળશે. આ ઉપરાંત થીમ બેઈઝ્ડ ગેટ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં નડાબેટ, દાંડિયા ગેટ, દિયા અને ગરબી થીમ જોવા મળશે. બીજી તરફ અટલ બ્રિજ અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી, મ્યૂઝિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ, ચબૂતરા, ગાર્ડન, વર્લ્ડ હેરિટેજ, સ્વામિનારાયણ મંદિર, આર્ટ વૉલ, આઝાદી કા અમૃત મહોત્સવની રેપ્લિકા પણ ગ્રાઉન્ડ પર મૂકવામાં આવ્યા છે.
300 કલાકારોએ કર્યું પરફોર્મન્સ મહત્વનું છે કે, જીએમડીસી ખાતે (gmdc ground ahmedabad ) રાજ્યના 300 કલાકારોએ પહેલા નોરતે સ્ટેજ ઉપર આદ્યશક્તિ આરાધ્ય થીમ ઉપર સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. પહેલા દિવસે આદ્યશકિત આરાધના થીમ પર ગરબાનું આયોજન થયું હતું. બીજા નોરતાથી જ જીએમડીસી ખાતે ગાયક કલાકારો ખેલૈયાઓને ઝૂમાવવા માટે સાંજે 7 વાગ્યાથી ધૂમ મચાવશે.
હવેના દિવસે આ કલાકારો મચાવશે ધૂમ બીજા દિવસે (navratri festival at gmdc ground) શ્યામલ સૌમિલ મુન્શી, ત્રીજા દિવસે સમીર માના રાવલ, ચોથા દિવસે દેવાંગ પટેલ અને દેવિકા રબારી, પાંચમા દિવસે હિરલ બ્રહ્મભટ્ટ, પાયલ વખારિયા, છઠ્ઠા દિવસે અમિત ઠક્કર અને દિપ્તી દેસાઈ, દર્શના ગાંધી ઠક્કર, સાતમના દિવસે બ્રિજરાજ ગઢવી અને મિતાલી નાગ, આઠમના દિવસે જયકાર ભોજક અને પાયલ શાહ, નોમના દિવસે પ્રિયંકા બાસુ, હિમાલી વ્યાસ ધૂમ મચાવશે.