- ફાયર સેફ્ટી ન હોય તેમની ઉપર ફાયર વિભાગની તવાઈ
- એક જ દિવસમાં 122 શાળાઓને ક્લોઝર નોટિસ પાઠવી
- 7 દિવસ બાદ મ.ન.પા. કરી શકશે કાયદાકીય કાર્યવાહી
અમદાવાદ: હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીના મુદ્દે ચાલતી સુનવણીમાં કોર્ટે વારંવાર અમદાવાદ મ.ન.પા.ની ઝાટકણી કાઢી હતી. કોર્ટે મ.ન.પા.ને સ્પષ્ટ કહ્યું હતું કે, કોર્ટ કડક વલણ અપનાવે ત્યારે જ મ.ન.પા. કાર્યરત થાય છે. શાળાઓ સિવાય મ.ન.પા.એ અગાઉ હોસ્પિટલને પણ ક્લોઝર નોટિસ પાઠવી હતી.
હાઈકોર્ટમાં ફાયર સેફ્ટીને લઈને ચાલી રહી છે કાર્યવાહી
અગાઉ અમદાવાની શ્રેય હોસ્પિટલ અને ત્યાર બાદ ભરૂચની હોસ્પિટલમાં કોરોના સમયે આગ લાગતા નિર્દોષોના જીવ હોમાઈ ગયા હતા. જેને લઈ ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીને લઈને સુનવણી ચાલી રહી છે. આ સુનવણી દરમિયાન હાઇકોર્ટે મ.ન.પા.ને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.