આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, સાબરમતીને સાફ કરીને ઇતિહાસ રચીશું. વિજય રૂપાણીએ સાબરમતી સફાઈ અભિયાન દરમિયાન વિશ્વ પર્યાવરણ દિવસની તેમણે શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સાબરમતીમાં ગટરનું ટ્રીટમેન્ટ થયેલું પાણી અપાશે. વિશ્વભરમાં પર્યાવરણને લઈને ચિંતા છે. જ્યારે વિજય રૂપાણીએ સાબરમતી નદીમાં પત્ની અંજલિબેન રૂપાણી સાથે સફાઈ કરી હતી ત્યારે તેમની સાથે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા તેમજ સાંસદ ડો. કિરિટ સોલંકી પણ સફાઈમાં હાજર રહ્યા હતા.
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં પશ્ચિમ બાજુ ટોરેન્ટ પાવરથી વાસણા બેરેજ તથા પૂર્વમાં ડફનાળાથી વાસણા બેરેજ સુધીના બંને તરફના વિસ્તારની લોકભાગીદારીથી સફાઇ કરાશે. 5મી જૂનથી મુખ્યપ્રધાન દ્વારા ગાંધીઆશ્રમ નજીક સફાઇ અભિયાન શરુ કરાયુ છે જે 5 દિવસ ચાલનાર છે
ક્યાંથી ક્યાં સુધી સફાઈ અભિયાન ચાલશે
- 6ઠ્ઠી સુભાષબ્રિજથી દધીચિબ્રિજ
- 7મી દધીચિબ્રિજથી ગાંધીબ્રિજ
- 8મી ગાંધીબ્રિજથી એલિસબ્રિજ
- 9મી એલિસબ્રિજથી આંબેડકરબ્રિજ