ETV Bharat / city

Retirement Benefits For Gujarat Teachers: મહેસાણાના શિક્ષકોને નિવૃત્તિના લાભ આપવામાં વિલંબ મામલે મુખ્ય ન્યાયાધીશ નારાજ - ભારતમાં નિવૃત્ત શિક્ષક પેન્શન

હાઈકોર્ટે મહેસાણાના 3 શિક્ષકોને નિવૃત્તિના લાભ (Retirement Benefits For Gujarat Teachers)આપવામાં વિલંબ મામલે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે જિલ્લા શિક્ષણાધિકારીની ઝાટકણી કાઢતા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા હુકમ કર્યો છે. સમગ્ર મામલે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

મહેસાણાના શિક્ષકોને નિવૃત્તિના લાભ આપવામાં વિલંબ મામલે મુખ્ય ન્યાયાધીશ નારાજ

author img

By

Published : Apr 22, 2022, 5:16 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે પેન્શન (pension in gujarat for teachers) મામલે એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. 80 વર્ષથી ઉપરના નિવૃત્ત શિક્ષકોને (Retirement Benefits For Gujarat Teachers) મળવાપાત્ર લાભોથી વંચિત રાખવા બાબતે ગુજરાત હાઇકોર્ટે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (Primary Education Officer Mehsana District)ની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે આ બાબતની ગંભીરતાથી નોંધ લેતા મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે પગલા લેવા કહ્યું છે.

2015માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી- વર્ષ 1995માં 3 શિક્ષક નિવૃત્ત (retired teacher pension in india) થયા હતા. તેમને ઉચ્ચ પગાર ધોરણ ન મળતા વર્ષ 2015માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અંગે વર્ષ 2018માં હાઈકોર્ટે શિક્ષકોની તરફેણમાં હુકમ કરતા મળવાપાત્ર લાભ આપવા કહ્યું હતું. હાઇકોર્ટનો હુકમ છતાં આ લાભ ચૂકવવામાં ન આવતા કોર્ટના આદેશના તિરસ્કારની અરજી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: એક ગર્ભવતીને હોસ્પિટલની બહાર કાઢી મૂકી, પીડામાં બહાર જ ડિલિવરી થઈ ગઈ : અરજદાર

જે કરવું હોય તે કરો, પરંતુ કાર્યવાહી કરો- મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે જેમ બને તેમ ઝડપથી અરજદાર શિક્ષકોને બાકી નીકળતી રકમ વ્યાજ સાથે ચૂકવવા માટે કહ્યું છે. આ સમગ્ર મામલે કોર્ટે મહેસાણા જિલ્લાના 3 શિક્ષકો (teachers of mehsana district)ને નિવૃત્તિના લાભ આપવામાં વિલંબ મામલે મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને અશુતોષ શાસ્ત્રની ખંડપીઠે જવાબદાર અધિકારીઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, "જે કરવું હોય તે કરો. તેમને સસ્પેન્ડ કરો, કે ઘરે બેસાડો, કે ફરજિયાત રીટાયર્ડ કરો, પરંતુ તેમની સામે કાર્યવાહી કરો."

આ પણ વાંચો: એ દિવસ દૂર નથી જ્યારે અમે કોઈ એવો નિર્ણય લઈશું જે કદાચ તમને ન ગમે, હાઇકોર્ટે GPCBની ઝાટકી

આવતીકાલે વધુ સુનાવણી- કોર્ટે કહ્યું છે કે, "આવતીકાલ સુધીમાં બાકી નીકળતી રકમના ચેક અપાઈ જવા જોઈએ". સાથે સાથે શિક્ષણાધિકારીને પણ સવાલ કર્યો છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.