ETV Bharat / city

અમદાવાદ કલેક્ટર દ્વારા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરાયા

હાલ ભારતમાં રહેતા 11 પાકિસ્તાની હિન્દુઓને અમદાવાદ કલેક્ટર(District Collector Sandeep Sagle) કચેરી ખાતે નાગરિકતા પત્ર આપવામાં આવ્યા હતા. જેમાં 8 નવા પાકિસ્તાની હિન્દુઓએ સમાવેશ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કલેક્ટર દ્વારા 868 લોકોને નાગરિકતા પત્ર એનાયત (indian Citizenship ) કરવામાં આવ્યા છે.

અમદાવાદ કલેક્ટર દ્વારા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરાયા
અમદાવાદ કલેક્ટર દ્વારા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરાયા
author img

By

Published : Oct 17, 2021, 2:21 PM IST

  • અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત
  • કલેક્ટર કચેરી દ્વારા 868 વ્યક્તિઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી
  • ભારતની નાગરિકતા મળતા તેઓ ખુશ થયા અને આભાર માન્યો

અમદાવાદ : જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે (District Collector Sandeep Sagle) દ્વારા લઘુમતી 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા. નવા 8 પાકિસ્તાની હિન્દુઓએ નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારાયું હતું. અત્યાર સુધીમાં કલેક્ટર દ્વારા 868 લોકોને નાગરિકતા પત્ર એનાયત (indian Citizenship ) કરવામાં આવ્યા છે.

IB ટીમ અરજીદતાઓની ચકાસણી કરે છે

રાજ્ય અને કેન્દ્રની IB ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં 9 વ્યક્તિઓની પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે.

કલેક્ટર દ્વારા 868 લોકોને નાગરિકતા પત્ર અપાયા

ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત વર્ષથી કોઇ પણ એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકો, લઘુમતીઓને, બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવતું હોય. જે સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 868 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.