- નવરાત્રીમાં નગરજનો માટે AMTS તરફથી નવું નજરાણું
- નગરજનો નજીવા દરે શહેરના 13 જેટલા મંદિરોના દર્શન કરી શકશે
- AMTSની બસમાં બેસી માતાજીના મંદિરોમાં જઇ શકાશે
અમદાવાદ : મહાનગરપાલિકા(Ahmedabad Municipal Corporation)એ નવરાત્રીમાં નગરજનો માટે નવું આયોજન કર્યું છે. અમદાવાદીઓ નવરાત્રી(Navratri 2021 )માં AMTSની બસમાં શહેરના જાણીતા અંબા માતાના મંદિરના દર્શન કરી શકે, તે માટે નજીવા દરે અમદાવાદ મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ સર્વિસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પુખ્તવયની વ્યક્તિના રૂપિયા 60, જ્યારે બાળકોને 30 રૂપિયા ટિકિટના દરે શહેરના 13 જેટલા માતાજી પ્રખ્યાતના દેવાલયોના દર્શન કરાવવામાં આવશે.
ક્યાં ક્યાં મંદિરોના દર્શન થઈ શકશે ?
શહેરના જાણીતા એવા વૈષ્ણોદેવી મંદિર, ભદ્રકાળી મંદિર, દુધેશ્વર મહાકાળી મંદિર, અસારવા બ્રિજ પાસેના ચામુંડા મંદિર, અસારવાના માતા ભવાની વાવ, પદ્માવતી મંદિર-નરોડા, ખોડિયાર મંદિર-નિકોલ, હરસિદ્ધિ માતા મંદિર-રખિયાલ, બહુચરાજી મંદિર-ભુલાભાઈ પાર્ક, બહેરામપુરાનું મેલડીમાતા મંદિર, જાસપુરનું ઉમિયા માતા મંદિર, આઇમાતા મંદિર- સુઘડ, હિંગળાજ માતા મંદિર-નવરંગપુરા વગેરે જેવા મંદિરોના દર્શન કરી શકાશે.
કઈ રીતે સુવિધા મેળવી શકાશે ?
આ સુવિધા 7 ઓક્ટોબરથી સવારે 8:15 થી સાંજે 4:15 વાગ્યા સુધી ચલાવવામાં આવશે. જે નવરાત્રીના 9 દિવસ સુધી કાર્યરત રહેશે. આ માટે જે તે સોસાયટીના સભ્યો અથવા ગ્રુપે 40 પ્રવાસીઓનું ભાડું ચૂકવવાનું રહેશે. ધાર્મિક બસ સેવાનો લાભ લેવા માટે એક દિવસ અગાઉ લાલ દરવાજા, સારંગપુર ટર્મિનસ, મણિનગર ટર્મિનસ અથવા વાડજ ટર્મિનસ પૈકી એક ટર્મિનસમાં જઇ સવારે 8 થી સાંજે 6 વાગે વચ્ચે અધિકારીનો સમ્પર્ક કરવો પડશે.
આ પણ વાંચો: