- કોરોનાના કેસમાં વધારો થતાં તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
- AMTS અને BRTSની બસ સેવા બંધ
- અચોક્કસ મુદ્દત સુધી જાહેર પરિવહન બંધ રહેશે
અમદાવાદઃ કોરોના કેસમાં છેલ્લા ઘણા સમયથી વધારો થઇ રહ્યો છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. જાહેર પરિવહન સેવાઓની સાથે સાથે અમદાવાદ શહેરને હેરિટેજ વોક ગાર્ડન, બાગ-બગીચાને પણ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવા માટેનો કોર્પોરેશને નિર્ણય લીધો છે. જે રીતે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ફરી લોકડાઉનને લાદવા જેવી પરિસ્થિતિ હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે. જોકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે લોકડાઉનની હાલ કોઈ શક્યતાઓ નથી, પરંતુ જો કોરોનાના કેસમાં વધારો થાય તો તે પણ જરૂરી બની શકે છે.
આ પણ વાંચોઃ કોરોનાના કેસ વધતા અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરાઈ
તંત્રએ લીધેલા અણઘડ નિર્ણયથી નાગરિકો પરેશાન
ગઈકાલે મોડીરાતે કોર્પોરેશન તંત્ર દ્વારા AMTS, BRTSની જાહેર પરિવહન સેવાઓ બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકો રેગ્યુલર જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે તેમને હાલાકી ભોગવવી પડી રહી છે. બીજી તરફ રિક્ષાચાલકો ખૂબ જ મનમાની ચલાવી રહ્યા છે અને રિક્ષા ભાડું છે તેમાં પણ તોતિંગ વધારો કરી દીધો છે.
આ પણ વાંચોઃ સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ ટેક્સટાઈલ માર્કેટમાં નોંધાયા
એક્ટિવિટીઝ, ગેમ ઝોન, ગાર્ડન હેરિટેજ વોકને બંધ રાખવા માટેનો તંત્રનો નિર્ણય
તંત્ર દ્વારા આગામી સમયમાં નવો નિર્ણય ના લેવામાં આવે ત્યાં સુધી તમામ સેવાઓ, એક્ટિવિટીઝ, ગેમ ઝોન, ગાર્ડન હેરિટેજ વોકને બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કરફ્યૂનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું રહેશે કે કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જે પગલાઓ લેવામાં આવ્યા છે તે કેટલા યોગ્ય અને જરૂરી બની રહેશે.