ETV Bharat / city

સિમ્સ હોસ્પિટલમાં કોકટેઇલ થેરપીથી દર્દીની કરાઈ સારવાર, માત્ર 2 દિવસમાં દર્દીને રજા અપાઈ - કોરોના સારવાર

ICMR એ કોકટેઇલ થેરાપીને ભારતમાં મંજૂરી આપતા અમદાવાદની સિમ્સ હોસ્પિટલે દર્દીની સારવાર કોકટેઇલ થેરાપીથી કરી છે. આ અંગે સિમ્સ હોસ્પિટલના ડોક્ટર સુરભી મદને ETV Bharatને જણાવ્યું હતું કે, આ ટ્રીટમેન્ટ ખૂબ જ સારી છે અને 70 ટકા પરિણામ આપે છે પરંતુ તે ખૂબ જ ખર્ચાળ છે. મહત્વનું છે કે કોકટેઇલ થેરાપી ગત વર્ષે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ આપવામાં આવી હતી.

સિમ્સ હોસ્પિટલમાં કોકટેઇલ થેરપીથી દર્દીની કરાઈ સારવાર, માત્ર 2 દિવસમાં દર્દીને રજા અપાઈ

author img

By

Published : Jun 4, 2021, 10:51 PM IST

  • CIMS હોસ્પિટલે દર્દીને આપી કોકટેઇલ થેરાપી
  • શરૂઆતના સમયમાં જ આ થેરેપી લાભદાયક
  • દવાનો ખર્ચ 60 હજાર રૂપિયાની આસપાસ

અમદાવાદ: મોનોક્લોનલ એન્ટીબોડી લેબોરેટરીમાં બનેલા પ્રોટીન છે. જે રોગપ્રતિકારકતંત્રના હાનિકારક અસરો સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. આ થેરપી કોને આપવી જોઈએ તેને લઈ સિમ્સ હોસ્પિટલના ડોક્ટર સુરભી મદને ETV Bharat ને જણાવ્યું હતું કે, આ દવા હળવાથી મધ્યમ કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર દરમિયાન આપવામાં આવે છે. જેમને વધુ જોખમ હોય. હાલમાં સિમ્સ હોસ્પિટલમાં એક દર્દીને આ સારવાર આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 70 ટકા કેસમાં થેરાપી સફળ નીવડી છે.

સિમ્સ હોસ્પિટલમાં કોકટેઇલ થેરપીથી દર્દીની કરાઈ સારવાર, માત્ર 2 દિવસમાં દર્દીને રજા અપાઈ

સિમ્સ હોસ્પિટલમાં 38 વર્ષીય ડાયાબિટીસ દર્દીને આપ્યો ડોઝ

સિમ્સ હોસ્પિટલ થોડા દિવસ પહેલાં 38 વર્ષીય ડાયાબેટિક પુરુષ દર્દીને કોકટેઇલ થેરાપીમાં એક ડોઝ આપ્યો છે. તેમને માત્ર બે દિવસમાં જ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને હાલમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. મહત્વનું છે કે, આ ડોઝ એવા દર્દીઓને કે જેઓ ખૂબ જ હાઈ રિસ્ક અંતર્ગત આવતા હોય અથવા તો જેને ગંભીર સમસ્યા આગામી સમયમાં ઊભી થવાની સંભાવના હોય તેમને આપવામાં આવે છે. ICMRએ આ ડોઝને ભારતમાં મંજૂરી આપી દેતાં હવે ભારતના દર્દીઓ માટે પણ આ ડોઝનો ઉપયોગ થઈ રહ્યો છે.

વર્ષ 2020માં કોકટેલની સારવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી

સિમ્સ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે કોકટેલ સારવારની ભલામણ ભારે જોખમ ધરાવતા દર્દીઓ માટે કોરોનાના ચેપ લાગ્યાના શરૂઆતના તબક્કામાં જ કરવામાં આવે છે. વર્ષ 2020માં કોકટેલની સારવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી અને તે અંગે ડોક્ટર દ્વારા માહિતી પણ આપવામાં આવી હતી કે, દર્દીઓને કોમ્બિનેશન મેડિટેશનથી આ સારવાર કરી છે. જે દર્દી અને ડાયાબિટીસ હોય અને તે ભારે જોખમ ધરાવતા જૂથમાં સમાવેશ થાય છે. કોરોનાની બીજી લહેર દરમિયાન યુવાન પુરુષોમાં મૃત્યુ દર ઊંચો વધારે જોવા મળ્યો હતો. મોનોક્લોનોલ એન્ટિબોડીઝ વિસ્તારમાં કોરોનાનો ચેપ લાગ્યાના શરૂઆતના તબક્કામાં હળવા લક્ષણો ધરાવતાં આ ઓક્સિજનની જરૂર ન હોય તેવા દર્દીઓને સારવાર આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.