ETV Bharat / city

બાળકોએ 300થી વધુ પુસ્તકોનું કલેક્શન ભેગું કર્યું

23 એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ. પુસ્તક જ્ઞાનની નવી ઉર્જાને સત્કારવાનો, આવકારવાનો અને અભિવ્યક્ત કરવાનો દિવસ. અમદાવાદમાં નિર્ણયનગર વિસ્તારમાં રહેતી હની રાવલ પોતાના પિતાની પ્રેરણાથી દર વર્ષે પુસ્તક દિનના દિવસે ઘરમાં જ ઉજવણી કરે છે. બાળકોને પુસ્તકોનું વધુ જ્ઞાન મળે અને બાળકોને પુસ્તકો પ્રત્યે લગાવ થાય તે માટે 300થી વધુ પુસ્તકોનું કલેક્શન ભેગું કર્યું છે.

23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ
23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ
author img

By

Published : Apr 23, 2021, 10:48 PM IST

  • 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ
  • કોરોનાકાળમાં ઘરે જ પુસ્તકોનું વાંચન
  • સોસાયટીમાં આસપાસના બાળકો કરી રહ્યા છે વાંચન

અમદાવાદ: 23 એપ્રિલ એટલે પુસ્તક દિવસ. પુસ્તકને આપણાં સાચા મિત્ર પણ કહી શકાય. બાળકોનું ઘડતર પુસ્તકોથી વધુ થાય છે. વાંચન કરવાથી બાળકોમાં ઉર્જા પણ ભરી શકાય છે. સંકટ સમયે પુસ્તકો આપણું માર્ગદર્શન કરી આપણે સાચી દિશા બતાવે છે.

સોસાયટીમાં આસપાસના બાળકો કરી રહ્યા છે વાંચન

આ પણ વાંચો: JEE ટ્યુશન ક્લાસીસ ચલાવતાં યુવરાજ પોખરનાએ પોતાના જન્મદિવસ પર 2000 કિલો પુસ્તકોનું કર્યુ દાન

બાળકોને પુસ્તકો પ્રત્યે લગાવ કરવાનો પ્રયાસ

વાંચન કરવાથી તણાવ પણ ઓછો થાય છે ત્યારે પોતાના પિતાથી પ્રેરાઈ નિર્ણયનગર ખાતે રહેતી હની રાવલ પુસ્તક દિવસની ઉજવણી ઘરે કરે છે. કોરોનાકાળમાં જ્યારે બાળકો બહાર નથી જઈ શકતા ત્યારે સોસાયટીના બાળકો પુસ્તક વાંચે તેવા હેતુથી આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પુસ્તક દિવસની ઉજવણી કેવી થઈ રહી છે, જાણો જૂનાગઢના લેખિકાનો પ્રતિભાવ

પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા

છેલ્લા 4 વર્ષથી 23 એપ્રિલે ઉજવાતા વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી અલગ જગ્યાએ કરવામાં આવતી હતી પણ કોરોનાના કપરાકાળમાં બાળકો ઘરની બહાર નીકળતા નથી એટલે સોસાયટીમાં રહેતા આસપાસના બાળકોને ઘરે બોલાવી પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.