ETV Bharat / city

ભગવાન જગન્નાથની ચંદન યાત્રામાં મંદિરના પૂજારી, ટ્રસ્ટી અને મહંત સિવાય કોઈ જોડાઈ નહિ શકે - chandan yatra

અખાત્રીજના દિવસે યોજાનારી ચંદન યાત્રામાં આ વર્ષે પણ કોરોનાનું સંકટને કારણે માત્ર પૂજારી તેમ જ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત ગણતરીના લોકો જોડાશે. અષાઢી બીજે યોજાતી ભગવાન જગન્નાથજીની યાત્રાનું પ્રથમ ચરણ હોય છે. ચંદન યાત્રા બાદ રથોના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવે છે.

ભગવાન જગન્નાથની ચંદન યાત્રામાં મંદિરના પૂજારી, ટ્રસ્ટી અને મહંત સિવાય કોઈ જોડાઈ નહિ શકે

author img

By

Published : May 13, 2021, 10:29 PM IST

  • સતત બીજી વખત કોરોનાનું સંકટ લાગ્યું ભગવાન જગન્નાથજીની સુપ્રસિદ્ધ ચંદનયાત્રા પર
  • આ વર્ષે પણ મંદિરના પૂજારી, ટ્રસ્ટી અને મહંત સિવાય કોઈ જોડાઈ નહિ શકે યાત્રામાં
  • ચંદન યાત્રા બાદ થાય છે રથોનું સમારકામ

અમદાવાદઃ કોરોનાનો કહેર સમગ્ર દેશ અને રાજ્યમાં યથાવત છે ત્યારે ધાર્મિક પ્રસંગોમાં લોકોની ઓછામાં ઓછી હાજરી હોય તેવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ગત જગન્નાથની રથયાત્રા શહેરમાં શાંતિપૂર્વક માગોલમાં જ નીકળી હતી. રથયાત્રા પૂર્વે ચંદન યાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેમાં પણ ભક્તો જોડાઈ નહીં શકે. આ યાત્રા અખાત્રીજના દિવસે એટલે કે 14મી મેના રોજ યોજાનારી છે.

આ વર્ષે પણ મંદિરના પૂજારી, ટ્રસ્ટી અને મહંત સિવાય કોઈ જોડાઈ નહિ શકે યાત્રામાં

આ પણ વાંચોઃ પુરી રથયાત્રા: ઈતિહાસમાં પ્રથમ ઘટના જ્યારે ભગવાન દર્શન આપવા બહાર આવ્યા, પણ લોકો ઘરમાં રહ્યા

રથયાત્રા પૂર્વેના કાર્યક્રમો

  1. વિધિમાં મોટી સંખ્યામાં લોકો નહિ જોડાઈ શકે
  2. ચંદન યાત્રામાં પણ માત્ર મંદિરના મહંત,
  3. ટ્રસ્ટીની હાજરીમાં યોજાશે ચંદનયાત્રા

14મી મેના રોજ અખાત્રીજ

શહેરમાં આ વર્ષે યોજાનારી રથયાત્રા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ 14મી મેના રોજ અખાત્રીજ આવે છે અને તે દિવસે જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા નિર્ધારિત કરવામાં આવે છે. જેને રથયાત્રાની પૂર્વ તૈયારી માનવામાં આવે છે.

ભગવાન જગન્નાથની ચંદન યાત્રામાં મંદિરના પૂજારી, ટ્રસ્ટી અને મહંત સિવાય કોઈ જોડાઈ નહિ શકે

આ પણ વાંચોઃ રાજકોટ: અષાઢી બીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથયાત્રાની ઉજવણી કરવામાં આવી

કોણ જોડાશે આ યાત્રામાં

ચંદન યાત્રામાં ભગવાન નારાયણનું પૂજન કરવામાં આવે છે. રથની મરામત હાથ ધરવામાં આવે છે. ગયા વર્ષે પણ કોરોના સંક્રમણના કેસો વધુ હોવાથી ચંદન યાત્રા સાદાઈથી યોજવામાં આવી હતી. આ વખતે પણ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સહિત ચારથી પાંચ લોકોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવશે. આ વિધિમાં ભક્તો જોડાઈ શકશે નહીં. ગત વર્ષે કોરોના સંક્રમણના કારણે રથયાત્રા નગરજનોની ઉપસ્થિતિમાં નીકળી શકી ન હતી. અત્યંત સાદાઈથી ઉજવાયેલી રથયાત્રામાં ભજન મંડળી ટ્રક અખાડા અને ઝાંખી જોવા મળી ન હતી ત્યારે આ વર્ષે પણ રથયાત્રાને લઈને ભક્તોમાં અનેક અસમંજસ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.