- ગુજરાતી ફિલ્મ જગતે મનાવી રક્ષાબંધન
- કલાકારોએ કરી દેશ કોરોના મુક્ત ભારતની પ્રાથના
- ભૂમિ પંચાલે મનાવી પોતાના ભાઈઓ સાથે રક્ષાબંધન
અમદાવાદ : રાજ્ય ભરમાં લોકો રક્ષાબંધનની ઉજવણીમાં વ્યસ્ત થયા છે, તેવામાં ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા કલાકારો અને લોકગાયક પણ ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી ઉલ્લાસ ભેર કરી હતી. ગુજરાતી લોક ગાઇકા અને સિંગર ભૂમિ પંચાલ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી.ભૂમિ પંચાલે તેના નાના ભાઈ ને રાખડી બાંધી તેની લાંબી ઉંમરની મનોકામના કરી હતી. ભૂમિ પંચાલે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતુ કે કોરોના કાળમાં જે બહેનોના ભાઈ મૃત્યુ પામ્યા છે તેમને ભગવાન આજના દિવસે દુઃખ સહન કરવાની શક્તિ આપે.
રક્ષાબંધનની ઉજવણી
ભૂમિ પંચાલે પોતાના કુટુંબી ભાઈઓને તો રાખડી બાંધી હતી. જે ભાઈઓની બહેન કોરોનામાં મૃત્યુ પામી હોય તેવા જે પણ ભાઈઓ ધ્યાનમાં આવે તો એમને પણ રાખડી બંધીવાનો પ્રયાસ કર્યો હતો. જેથી કરીને આવા પ્રવિત્ર તહેવારને લઈને ભાઈના કાંડા સુના ના રહે તેનું ધ્યાન ભૂમિએ રાખ્યું હતું. ભૂમિ પંચાલે એક ગીત પણ ગાયું હતું. ભાઈ અને બહેનના પ્રેમ અને લાગણીને લઈને ગીત ગાવામાં આવ્યું હતું. ગુજરાતી કલાકારો દ્વારા પણ રક્ષાબંધનની હર્ષોલાલશ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીપીટર પરિણામ જાહેર : 1,30,388 વિદ્યાર્થીઓ પૈકી ફક્ત 31,785 વિદ્યાર્થીઓ પાસ
કલાકરોએ કરી પ્રાથના
કોરોનામાં જે રીતે લોકોની પરુસ્થિતિ ખરાબ થઈ છે તેને લઇને ગુજરાતી કલાકારો દ્વારા પ્રાથના કરવામાં આવી હતી કે હવે ભારત કોરોનામુક્ત બને અને લોકોની ગાડી ધીમે ધીમે ઝડપી પાટા પર ચડી જાય. જ્યારે ભૂમિ પંચાલે ભાઈઓને રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્ય માત્ર પ્રાથના કરી હતી.
આ પણ વાંચો : ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર આજે થશે, CM યોગી સહિત અનેક નેતાઓ પહોંચ્યા