બનાસકાંઠા : આજે 21મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર (International Yoga Day 2022) રાજ્યભરમાં અનેક સ્થળે યોગના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ખાસ કરીને આઝાદીના 75 વર્ષને લઈ રાજ્યના 75 મોટા સ્થળો ઉપર યોગના વિશેષ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં શક્તિપીઠ અંબાજી ખાતે પણ મંદિરના ચાચર ચોકમાં આ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે યોગાસન કરવામાં આવ્યા હતા. જ્યાં બનાસકાંઠાના ભાજપા સાંસદ (Yoga Program at Ambaji) પરબત પટેલએ કાર્યક્રમને દીપ પ્રગટાવીને પ્રારંભ કરાવ્યો હતો.
આ પણ વાંચો : International Yoga Day 2022: CM પટેલે 2 લાખ લોકો સાથે ઉજવ્યો યોગ દિવસ
અંબાના ચાચરચોકમાં યોગ - તજજ્ઞો દ્વારા યોગ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં સાંસદ સભ્ય પરબત પટેલ સહિત અંબાજી મંદિર સ્ટાફ પોલીસ, GISF ,આરોગ્ય ,હોમગાર્ડ સહિત અંબાજીની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો સહિત બાળકો પણ આ યોગ દિવસમાં (Yoga Program in Banaskantha) જોડાઈને માં અંબાના ચાચર ચોકમાં યોગ કર્યા હતા. આ સમય કોઈની શારીરિક સ્વસ્થ બગડે તો તેના માટે આરોગ્યની ટીમ પણ ચાચર ચોકમાં ઉપસ્થિત રખાઈ હતી. અંબાજી ખાતે મંદિરના ચાચર ચોકમાં યોજાયેલા આ યોગ દિવસની ઉજવણીમાં દર્શાનર્થે આવેલા યાત્રિકો પણ જોડાયા હતા.
આ પણ વાંચો : PM મોદીએ મૈસુર ખાતે યોગ દિવસની ઉજવણી કરી, કહ્યું - "યોગ સમાજમાં શાંતિ લાવે છે"
યોગ કરવાથી ફાયદા - જોકે આ યોગને લઈ ઋષિ મુનિઓ કામ કરી રહ્યા છે અને યોગને વિશ્વના 139 દેશોએ પણ માન્યતા આપ્યા બાદ 21 જૂનને વિશ્વયોગ દિવસ તરીકે ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે. ખાસ કરીને હાલના સમયમાં દોડધામ વાળી સાથે માનસિક (Celebration of Yoga in Gujarat) તણાવ ભરી જિંદગીમાં યોગ કરવાથી મનુષ્ય માનસિક શાંતિ અને તણાવ મુક્ત બને છે. જેને લઈ લોકોએ 365 દિવસ યોગ કરવા જોઈએ જેથી કરીને સ્વસ્થ શરૂ રહેતા નિરોગી જીવન જીવી શકાય અને ખાસ કરીને ધર્મ ભક્તિ સાથે યોગનું પણ તેટલુ જ મહત્વ હોવાથી આ યોગનો કાર્યક્રમ અંબાજી મંદિરના ચાચર ચોકમાં આયોજીત કરવામાં આવ્યો હતો.