ETV Bharat / city

case of custodial death : અમદાવાદ પોલીસ સ્ટેશનમાં કસ્ટડિયલ ડેથ મામલે ASI પાસેથી ફક્ત રૂપિયા 100નો જ વસુલાયો દંડ - પોલીસની બેદરકારી

શાહપુર પોલીસ સ્ટેશનમાં આરોપી બદ્રીલાલનું 7 જુલાઈ 2018 ના રોજ અમદાવાદ વાડીલાલ હોસ્પિટલ ખાતે મૃત્યુ(custodial death) થયું હતું. માનવ આયોગ(Human Commission) દ્વારા પોલીસની બેદરકારી અને નિષ્કાળજી સાબિત થઈ છે જે માટે હાજર પર રહેલા ASIને 100 રૂપિયાનો(fine of Rs 100 was levied from PSO) અને PSO અને હેડ કોન્સ્ટેબલને 5000ની દંડની શિક્ષા કરવામાં આવી હતી.

case of custodial death
case of custodial death
author img

By

Published : Apr 2, 2022, 6:22 PM IST

Updated : Apr 2, 2022, 7:50 PM IST

અમદાવાદ : અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 જુલાઈ 2018 ના દિવસે આરોપી બદ્રીલાલ લાવશીનું કસ્ટડિયલ ડેથ(custodial death) નીપજ્યું હતું તે બાબતે રાજ્યના માનવ અધિકાર આયોગમાં(Human Commission) ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસમાં માનવ આયોગ દ્વારા પોલીસની બેદરકારી અને નિષ્કાળજી સાબિત થઈ છે જે માટે હાજર પર રહેલા ASIને 100 રૂપિયાનો અને PSO અને હેડ કોન્સ્ટેબલને 5000ની દંડની(fine of Rs 100 was levied from PSO) શિક્ષા કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં કુદરતી રીતે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.

PSO પાસેથી ફક્ત રૂપિયા 100નો દંડ વસુલાયો - 6 જુલાઈ 2018 ના રોજ નાસીર ભાઈ તરફથી મેસેજ મળ્યો હતો કે, મિરઝાપુર ટેલિફોન એક્સચેન્જ નાડીયાવાડ મકાન નંબર 851માં એક ચોર પકડેલ છે, જે મેસેજના આધારે આરોપી બદ્રીલાલની અટક કરીને પીએસઓ ને સોંપવામાં આવ્યો હતો. તે દિવસે બપોરે 1 કલાકે આરોપીઓની તબિયત બગડતા વી.એસ. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને સાંજના સમયે આરોપીઓને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 1 august 2019 ના રોજ ઇન્કવાયરી પોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આરોપીનું મૃત્યું માથામાં ઈજા થવાના કારણે થયું છે તેવું સામે આવ્યું છે.

પોલીસની બેદરકારી - ગુજરાત આયોગમાં ફરિયાદ બાબતે કસ્ટડીયલની પોલીસની બેદરકારી અને નિષ્કાળજી બાબતમાં અલાયદી ઇન્કવાયરી અમદાવાદ પોલીસ કમિશનર મારફતે કરવામાં આવી હતી. અહેવાલ મુજબ જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી લેવા માટેની સુચના આપવામાં આવી હતી જે મુજબ બીએસએફ હેડ કોન્સ્ટેબલ અને પ્રોફેશનલ એ.એસ.આઇ ની બેજવાબદાર અને નિષ્કાળજી જણાઈ હતી, જે અન્વયે 16 ડિસેમ્બર 2019 ના રોજ પ્રોબેશનલ એ.એસ.આઈને 100 રૂપિયા તેમજ 2જી જાન્યુઆરી 2020 ના રોજ PSO અને હેડ કોન્સ્ટેબલને 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

એક વર્ષમાં 66 કેદીના થયા મોત - ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના કસ્ટડીમાં મૃત્યુનું પત્રક વર્ષ 2019-20 બાબતની વાત કરવામાં આવે તો, સૌથી વધુ મૃત્યુ અમદાવાદ શહેરમાં 12 કેદીઓના કસ્ટડીમાં મૃત્યુ થયા છે, જ્યારે પોલીસ કસ્ટડીમાં 1 નું મૃત્યું થયું હતું ત્યારબાદ રાજકોટ શહેરમાં છ જેટલા કેદીઓનું જેલ કસ્ટડીમાં મૃત્યુ થયું છે, જ્યારે સૌથી વધારે સુરત શહેરમાં પાંચ કેદીઓનું પોલીસ કસ્ટડી દરમિયાન મૃત્યુ નોંધાયું છે આમ ફક્ત એક જ વર્ષની અંદર જેલ કસ્ટડીમાં અને પોલીસ કસ્ટડીમાં કુલ 66 કેદીઓના મૃત્યુ નોંધાયા છે.

Last Updated : Apr 2, 2022, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.