અમદાવાદઃ અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં મહિલા PSIને માર મારવાનાં મુદ્દે (Case of beating of female PSI in metro court) સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી પર ચૂકાદો આપ્યો છે. તેમાં 10 વકીલોએ વિશેષ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. કોર્ટના ચૂકાદા મુજબ જો F.I.R થાય તો ધરપકડ પહેલાં આરોપીઓને 7 દિવસની અગાઉ નોટિસ આપવી પડશે.
શું હતો સમગ્ર મામલો? - પોલીસે પ્રોહિબિશનના ગુનામાં એક આરોપીની ધરપકડ (Arrest of accused in Prohibition offense) કરી હતી. ત્યારબાદ તેના પરિવારજનો પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા. આરોપીની બહેન મહિલા એડવોકેટ છે. ભાઈની ધરપકડ થતા મહિલા એડવોકેટે પોલીસ સ્ટેશનમાં આવી (Lady lawyer threatens police ) અને બૂમાબૂમ કરી PSI તેમજ પોલીસના અન્ય સ્ટાફ સાથે માથાકૂટ (Swell at Bapunagar police station) કરી હતી.
આ પણ વાંચો- Case of beating PSI: મહિલા વકીલને કોર્ટમાં રજૂ કરનાર પોલીસને જ પોલીસ પ્રોટેક્શન માંગવું પડ્યું
આરોપીની બહેને પોલીસને આપી હતી ધમકી - મહિલાને પોલીસે માથાકૂટ કરવાની મનાઈ કરતા મહિલાએ PSI સહિતના પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી અને છૂટાહાથની મારામારી કરી હતી. એટલેથી ના અટકતા તેણે PSIનો કોલર પકડી લાતો મારી હતી. સાથે જ ધમકી (Lady lawyer threatens police) આપી હતી કે, તમે મારા ભાઈને પકડ્યો છે. હું એક વકીલ છું. હું તમને બધાને જોઈ લઈશ. આ સમગ્ર મામલે આરોપી મહિલા વકીલ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો- Ahmedabad teen molestation case: બહેરામપુરામાં કિશોરીની છેડતી કરનારને ત્રણ વર્ષની કેદ
મહિલા PSIને પોલીસ પ્રોટેક્શનની પડી હતી જરૂર - જ્યારે આરોપીને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો ત્યારે આ બાબતે વકીલો અને પોલીસે વચ્ચે પણ ઘર્ષણ થયું હતું અને ખૂબ જ મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા 4 કલાક સુધી ચાલ્યો હતો, જેમાં મહિલા PSI વર્ષાબેન જાદવ ઈજાગ્રસ્ત થયા હતા. અને તેમને પોતાને પોલીસ પોલીસ પ્રોટેક્શનની જરૂર પડી હતી. વર્ષાબેનને ખૂબ ગંભીર ઈજા થતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં.
કારંજ પોલીસે 100થી વધુ ટોળા સામે કરી ફરિયાદ - ઉલ્લેખનીય છે કે,બાપુનગરની મહિલા PSI પર થયેલા હુમલામાં આજે કારંજ પોલીસે 100થી વધુના ટોળાઓ સામે ફરિયાદ દાખલ કરી છે. છેલ્લા ઘણા સમયથી મહિલા PSI આ ફરિયાદ રદ કરવા અંગે વિરોધ કરી રહ્યા હતા. જોકે હવે ગુનો દાખલ થતા સ્થાનિક પોલીસ આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરશે.