ETV Bharat / city

રાજ્યના આ શહેરોમાં બનશે કેન્સર હોસ્પિટલ, હવે દર્દીઓને અમદાવાદના ધક્કા ખાવા નહીં પડે

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે શુક્રવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, આ મુલાકાત દરમિયાન તેમણે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજકોટ, જામનગર, ભાવનગરની હોસ્પિટલમાં કેન્સરને લગતી સારવાર કરવામાં આવશે જેથી સૌરાષ્ટ્રના લોકોને આમદાવાદ સુધી ધક્કા ખાવા પડશે નહીં.

રાજ્યના આ શહેરોમાં બનશે કેન્સર હોસ્પિટલ
રાજ્યના આ શહેરોમાં બનશે કેન્સર હોસ્પિટલ
author img

By

Published : Aug 27, 2021, 9:15 PM IST

  • મોટા શહેરોના દર્દીને હવે કેન્સરની સારવાર માટે અમદાવાદ ધક્કા નહિ ખાવા પડે
  • રાજકોટ, જામનગર, ભાવનગર, અને વડોદરામાં કેન્સર હોસ્પિટલ ઉભી કરાશે
  • અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં 15 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા

અમદાવાદ : રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, આ દરમિયાન, કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓને પગલે હોસ્પિટલની સમીક્ષા કરી હતી, આ સાથે જ કેન્સર હોસ્પિટલની નવા બિલ્ડીંગ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સયાજી હોસ્પિટલની સિદ્ધિ: કોરોના અને તેના લીધે બગડી ગયેલા ફેફસાને સુધારવાની 119 દિવસની સારવાર બાદ પુષ્પાબેનને કરાયા રોગમુક્ત

સૌરાષ્ટ્રના દર્દીઓને અમદાવાદ આવવું નહીં પડે

આ દરમિયાન નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરામાં કેન્સર હોસ્પિટલ ઊભી કરાશે, જેથી હવે તેના દર્દીઓને અમદાવાદ આવવું પડશે નહીં, જેમ જેમ ટેકનોલોજી વિકસતી જાય છે, તેમ તેમ નવા સાધનો ખરીદવા પડતા હોય છે, આથી જુના સાધનોને બાજું મુકવામાં આવે છે, ત્યારે વિદેશી કંપનીઓ દ્વારા તે મશીનો કેન્સર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, થોડાક સમયમાં આ મશીનો કાર્યરત કરીશું. આથી, દર્દીઓને યોગ્ય રીતે સારવાર આપવામાં આવશે.

મશીન રોબર્ટ દ્વારા ચાલાવવામાં આવે છે

નવી બિલ્ડિંગોમાં કેન્સરની સારવાર શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે અમેરિકાથી જે મશીન લાવવામાં આવ્યા છે, તે બેસ્ટ ગર્ભાશયના કેન્સરના દર્દીઓને રેડિયોથેરાપી સારવાર આપશે. આ ઉપરાંત 16 કરોડ 31 લાખમાં આ મશીન ખરીદવામાં આવ્યું છે, જ્યારે કિમોથેરાપી મશીન પણ લાવવામાં આવ્યું છે, જે ૨૨ કરોડમાં અમેરિકાની કંપની પાસેથી ખરીદવામાં આવ્યું છે. આ ઉપરાંત સાયબર નાઇપ નામનું મશીન લાવવામાં આવ્યું છે, ત્યારે આ મશીન 27.50 કરોડ રૂપિયામાં વિકસાવવામાં આવ્યું છે, જે કેન્સરની ગાંઠની સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે. આ મશીન રોબર્ટ દ્વારા ચાલે છે.

આ પણ વાંચો: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 2 મહિનાથી વિટામીન બી12 અને થાઈરોઈડના મશીનો ધૂળ ખાઈ રહ્યા છે

15 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા

આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્સર હોસ્પિટલમાં બનાવવામાં આવેલા નવા બિલ્ડીંગમાં 15 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે, જ્યારે મહિલાઓને ગર્ભાશયનું કેન્સર થાય તેના માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવા માટે મશીન વિકસાવવામાં આવ્યા છે, ત્યારે કુલ ૭૫ કરોડના મશીનો લાવવામાં આવ્યા છે, આ ઉપરાંત, બીજા અદ્યતન મશીનો પણ વધારવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.