ETV Bharat / city

હિંસાની શક્યતાને પગલે CAAના શાંતિપૂર્ણ વિરોધ માટે પરવાનગી ન આપવી જોઈએ: સરકાર

ગત 12મી ડિસેમ્બરના રોજ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાદ રાજપત્રમાં રજૂ કરાયેલા નાગરિક્તા સુધારા કાયદા અંગે સમગ્ર દેશમાં ચાલી રહેલા સમર્થન-વિરોધ વચ્ચે અમદાવાદમાં CAAના વિરોધ કરવા માટે પોલીસે પરવાનગી ન આપતાં હાઈકોર્ટમાં પડકારેલી રિટ મુદ્દે ગુરૂવારે જસ્ટીસ એ.વાય.કોગ્જે સમક્ષ રાજ્ય સરકારે જવાબ રજૂ કરતા કહ્યું કે, CAA-NRC મુદ્દે શાહઆલમમાં હિંસાની ઘટના બની હતી અને બે અરજદારે 10 હજાર લોકોની જવાબદાર મુદ્દે શંકા વ્યકત કરી હતી. જેથી કાયદો અને વ્યવસ્થા બગડવાની શક્યતાના પગલે પરવાનગી ન આપવાની રજૂઆત કરી હતી.

ETV BHARAT
હિંસા
author img

By

Published : Jan 23, 2020, 10:43 PM IST

Updated : Jan 24, 2020, 7:25 AM IST

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી મોકલું છું)

ગત 12મી ડિસેમ્બરના રોજ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાદ રાજપત્રમાં રજુ કરાયેલા નાગરિક્તા સુધારા કાયદા અંગે દેશભરમાં ચાલી રહેલા સમર્થન - વિરોધ વચ્ચે અમદાવાદમાં CABના વિરોધ કરવા માટે પોલીસ પરવાનગી ન આપતા હાઈકોર્ટમાં પડકારેલી રિટ મુદે ગુરુવારે જસ્ટીસ એ.વાય. કોગ્જે સમક્ષ રાજ્ય સરકારે જવાબ રજુ કરતા કહ્યું કે CAA-NRC મુદે શાહઆલમમાં હિંસાની ઘટની હતી અને બે અરજદાર 10 હજાર લોકોની જવાબદાર મુદે શંકા વ્યકત કરી હતી. કાયદો અને વ્યવસ્થા બગડવાની શક્યતા પગલે પરવાનગી ન આપવાની રજુઆત કરી હતી.. Body:હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફે રાજ્ય સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા સોંગદનામામાં રજુઆત કરવામાં આવી હતી કે 19મી ડિસેમ્બરના રોજ શાહઆલમમાં CAA-NRCના વિરોધને પરવાનગી આપવામાં આવી નહિ તેમ છતાં 500 થી 700 જેટલા લોકોએ પોલીસને માર માર્યા અને હિંસા કરી હતી. જમાલપુર દરવાજા અને ખમાસા વચ્ચે સભામાં 10 હજાર આવવાની સંભાવના છે અને બે અરજદાર જવાબદારી સંભાળી શકશે નહિ. કાયદો અને વ્યવસ્થાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થતી હોવાથી પરવાનગી ન આપવામાં આવે.

અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ રિટમાં દલીલ કરવામાં આવી છે કે CAAના વિરોધમાં અરજદાર ખમાસા વિસ્તારની હદમાં 19મી જાન્યુઆરીના રોજ વિરોધ પ્રદર્શન કરવા માટે પરવાનગી ફગાવી દેતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે. અગાઉ અરજદાર દ્વારા 7મી જાન્યુઆરીના રોજ ગાયકવાડ પોલીસ સ્ટેશન અને 8મી જાન્યુઆરીના રોજ શહેર પોલીસ કમિશ્નરને રજુઆત કરી હોવા છતાં કોઈ નિર્ણય ન લેવાતા હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ મંજૂરી ન આપતો આદેશ આપ્યો હતો.

અરજદાર વતી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે સરકાર દ્વારા શહેરમાં વારંવાર ધારા 144 લાગુ કરી દેવાય છે અને CAAના શાંતિપૂર્ણ વિરોધ માટે કોઈ પરવાનગી આપવામાં આવતી નથી જ્યારે CAAના સમર્થનમાં લોકોએ પરવાનગી ન લીધી હોય તેમ છતાં તેમના વિરોધ પ્રદર્શન પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસ CAAના વિરોધમાં પ્રદર્શન કરવા માટે પરવાનગી આપતી નથી અને કાર્યકરતાઓની અટકાયત કરવામાં આવે છે. 16મી ડિસેમ્બરના રોજ IIM બહાર અને 19મી ડિસેમ્બરના રોજ જ્ઞાંસી કી રાની પાસે પણ પરવાનગી ન હોવાથી લોકોની અટકાયત કરવામાં આવી હતી. CAAના વિરોધમાં પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવતી નથી અને આ નીતિ ભેદભાવ કરનારી છે. પોલીસની આ નીતિ બંધારણના અનુચ્છેદ 19(1)વિરૂધની છે. Conclusion:અરજદારનો આક્ષેપ છે કે CAAના સમર્થનમાં 24મી ડિસેમ્બરના રોજ રાજ્યમાં 62 રેલીઓની પરવાનગી આપવામાં આવી છે પરતું વિરોધમાં પરવાનગી આપવામાં આવી નથી. 19મી જાન્યુઆરીના રોજ જમાલપુર વિસ્તારમાં CAAના વિરોધમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે પોલીસે પરવાનગી ન આપતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે.
Last Updated : Jan 24, 2020, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.