અમદાવાદ CA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર (CA Foundation Result) થયું છે. ICAIના ગાંધીનગરની રાયસણ સ્કૂલ સાથે MOU થયા હતા. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓને CA નો અભ્યાસ વર્ચ્યુઅલી કરવાનું નક્કી થયું હતું, ત્યારે 12 વિદ્યાર્થીઓ અમદાવાદમાં ચાલતા ICAIમાં વર્ચ્યુઅલી ભણતા હતો. જેમાંથી 4 વિદ્યાર્થીનીઓએ CA ફાઉન્ડેશનની (CA Foundation Exam) પરીક્ષા આપી હતી. તેમાંથી હર્ષવી રાઠવા નામની વિદ્યાર્થીની ધોરણ 12ની સાથે તૈયારી કરી રહી હતી અને 12નું પરિણામ આવતા સાથે જ 20 દિવસમાં CA ફાઉન્ડેશનની પરીક્ષા આપીને પાસ થઈ છે.
આ પણ વાંચો CA Foundation Final Result 2022: અમદાવાદના ત્રણ વિદ્યાર્થીએ ટોપ 50માં મેળવ્યું સ્થાન
માતા પિતાને ગૌરવ અપાવવું પિતા સાથે લારી પર સાબુદાણાની ખીચડી બનાવીને પાસ થયેલા વિદ્યાર્થી પ્યારેલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હું રાજસ્થાનમાં અત્યારે કોલેજમાં ભણું છું પરંતુ પિતા અહીંયા ધંધો કરતા (CA Foundation Result 2022) હોવાથી તેમને ધંધામાં મદદ પણ કરું છું. બીજા ટ્રાયલે મેં CA ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી છે. હવે મારે આગળ CA બનીને માતા પિતાનું નામ રોશન કરવું છે અને તેમને ગૌરવ અપાવવું છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કર્યા બાદ 1 વર્ષ બાદ CA ફાઉન્ડેશનની પરીક્ષા આપતા હોય છે.
આ પણ વાંચો CAની ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદની શ્રેયા ટિબરવાલે દેશમાં પ્રથમ નંબરે
અમદાવાદનું પરીણામ ઉલ્લેખનીય છે કે, CA ફાઉન્ડેશનમાં અમદાવાદમાંથી 2360 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 704 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે 29.93 ટકા પરિણામ આવ્યું છે. ગત ડિસેમ્બરમાં (CA Foundation Result of Ahmedabad) લેવાયેલી પરીક્ષામાં 33.60 ટકા પરિણામ આવ્યું હતું. તેનાથી 3.67 ટકા ઓછું પરિણામ આવ્યું છે. ઓલ ઓવર ઇન્ડિયાનું પરિણામ 25.28 ટકા છે તેનાથી અમદાવાદનું પરીણામ સારુ રહ્યું છે.